વાઈનનો નશો જ કઈક અલગ હોય છે. આગળ અંકમાં આપણે વાઈનનો જાજરમાન ઇતિહાસ જોયો જે આશરે 8000 વર્ષ જૂનો છે. આજે આપણે વાત કરીશું એવી જગ્યાની જ્યાં વિશ્વની શ્રેષ્ઠતમ વાઈન બને છે સાથે સાથે તે સ્થળનું કુદરતી સૌંદર્ય પણ એટલું આકર્ષક છે કે પર્યટકોને ત્યાં આવવા મજબુર કરે છે. તો ચાલો નાપા વેલીની સુમધુર સફરે…
નાપા વેલી એટલે ત્રણ માઈલ પહોળો, 30 માઈલ લાંબો પ્રદેશ એટલે કે ખુબ જ નાનો વિસ્તાર ધરાવતો પ્રદેશપરંતુ આ નાનો પ્રદેશ 400 કરતા પણ વધુ વાઇનરી ધરાવે છે. આ ઉપરાંત ત્યાં જે પર્યટકો આવે છે તેના માટે વાઈન ટેસ્ટ કરવાનો લ્હાવો એક એડવેન્ચરથી ઓછું નથી. આ ઉપરાંત ત્યાંની વાઈન કન્ટ્રીની મુલાકાત પણ એક યાદગાર મુલાકાત સાબિત થાય છે. જ્યાંનું ફૂડ પણ એટલું જ લઝીઝ હોય છે. નાપા વેલ્ય માટે એવું પણ કહેવાય છે કે ત્યાં કદાચ પાણીની તંગી સર્જાય પરંતુ વાઈનની તંગી ક્યારે પણ નહિ અનુભવાય.
નાપા વેલીનો અસલી આનંદ તો ત્યાંની નદીમાં ક્રુઝ સાથે આવે છે. જેમાં 4 ટાઈમનું જમણ અને એની સાથે હોય છે લઝીઝ વાઈન. નાપાના અદભુત નઝારાઓને માણતા માણતા અને ક્રુઝમાં ભાવતા ભોજન સાથે ડિલિશિયસ વાઈન લેવી એ એક અવિસ્મરણીય લાહ્વો છે. તમે કદાચ અનેક જગ્યાની વાઈન અને પ્રવાસ માણ્યા હશે પરંતુ એક વાર અહીંનો નઝારો અને વાઈન ટેસ્ટ કરશો તો તે દુનિયાની શ્રેષ્ઠતમ પળ લાગશે. જેમ જેમ તમારી ક્રુઝ નદીમાં આગળ વધતી જાય છે તેમ તેમ ત્યાંના પહાડોની હારમાળા પણ એટલીજ અદભુત દર્શાય છે.
નાપા વેલી ગયા હોય અને ત્યાંની વાઇનરીની મુલાકાત ના લઈએ તો તો ત્યાં ધરમનો ધકો થયો કહેવાય. પ્રખ્યાત સંત હેલેના પહાડ અને તેની આસપાસની પર્વતમાળાથી ઘેરાયેલી ત્યાંની વાઇનરીની મુલાકાત જ જોઈએ, જ્યાં વાઈન મેકર્સ 22 એકરમાં ફેલાયેલી વાઇનરીમાં વાઈન બનવે છે.જ્યાં વાઈન બનાવવાની વિધિ થાય છે ત્યાંની મુલાકાત વાઇનમેકર ખુદ કરાવે છે જેના 36 જેટલી આથો લાવવાની ટાંકીઓ છે જે 15,000 સ્કવેરફૂટમાં પ્રસરેલી છે. જયારે અહીંની મુલાકાત લઈએ છીએ ત્યારે ત્યાંના અસ્તબલના ઘોડાઓને નિહાળવાની પણ એટલી જમાજા આવે છે કારણકે તેઓ અસ્તબલમાં છુટા ફરતા નઝર આવે છે જેના માહોલથી તે ટેવાયેલા હોય છે.
વાઈન પીવામાં જેટલો નશો થાય છે એટલીજ માજા તેને બનવવામાં પણ આવે છે. એટલે આ ત્યાં મળી રહે છે. પ્રોપર નાપામાં એવા સ્થળો આવેલા છે જ્યાં પર્યટકોની મુલાકાત દરમિયાન એક્સપર્ટ દ્વારા વાઈન બનાવવાનું પણ શીખડાવવામાં આવે છે. જો વાઈન બનાવવી જ છે તો થોડા હાથ પણ ગંદા કરવા પડશે હો.. ત્યાં એક ટિમ દ્વારા પ્રવસીને ગાઈડ કરવામાં આવે છે તેમ તેમ આખી આથો લાવવાની પ્રરિયા તેને કરવાની આવે છે. આટલું તો ઠીક પરંતુ જો ડાઇરેક્ટ બેરલમાંથી વાઈન પીવાનો મોકો મળે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો અહેસાસ થાય છે અને હા ત્યાં એવું જ થાય છે પ્રવાસીઓને ડાઇરેક્ટ બેરલમાંથી જ વાઇનનું રસપાન કરાવવામાં આવે છે.
નાપા વેલીની વાઈન ટ્રેન એ માત્ર સ્થળાંતરનું સાધન જ નથી. તમે સફરની સાથે સાથે ભોજન અને વાઇનનું પણ રસપાન કરાવવામાં આવે છે. આ ઉપરાંત પુલમેન કાર્સ દ્વારા પણ પ્રવાસીઓ ત્યાંના કુદરતી નઝારાઓનો આનંદ લઇ શકે છે, સાથે સાથે ત્યાંની લોકલ પબ્લિક સાથે રાતી ભોજનનો લુત્ફ ઉઠાવવાનું ભૂલતા નથી.
આટલાથી જ નાપા વેલીની સફર પુરી નથી થતી હજુ એ એવું આકર્ષણ છે નાપા વેલીનું, જો તેને ભૂલ્યા તો કઈ જ ફર્યા નથી એવું જ સમજો. નાપા વેલીનો આકર્ષક અને અદભુત નઝારો તો હોટ એર બલૂનના બાસ્કેટમાંથી જેવો દર્શાય છે એવો કદાચ જ બીજે ક્યાંયથી દેખાતો હશે. આ હોટ એર બલૂન વાઈન કન્ટ્રીના હાર્દ સામ યુનટવીલથી ઉપર જાય છે. જેમાં તમામ સુખસુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલે પર્યટકોને કોઈ મુશ્કેલી ના આનુભવાય. ખરેખર જો હોટ એર બલૂનમાંથી નાપા વેલીને જોવી છે તો સવારનો સમય ઉત્તમ સમય છે જયારે પર્યટકો ધુમ્મસથી ઘેરાયેલા પહાડોને પણ જોઈ શકે છે. હોટ એર બલૂનની એક કલાકની સફર દરમિયાન પર્યટકો ખરેખર એવું જ ફીલ કરતા હોય છે કે જે તરફ હવા જાય છે તે તરફ તેની સાથે સાથે બલૂન પણ તેને લઇ જાય છે. અને કલાકના અંતે પ્રવાસીને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવે છે.
તો આ હતી વાઈન માટેની શ્રેષ્ટમ જગ્યા જ્યાં તમે પારંપરિક રીતે વાઈન બનતી જોઈ તો શકો જ છે સાથે સાથે તેને બનાવવાનો પણ લ્હાવો લઇ શકો છે. આવતા અંકમાં આપણે વાઈન વિશેની વધુ રસપ્રદ વાતો જાણીશું તો આવતો અંક વાંચવાનું ચૂંકશો નહિ…