સંસ્થામાં ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૫૦ હજારથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આદર્શરૂપ અને અનુકરણ કરી શકાય એવી અંધ અપંગ, અસકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ-અપંગ ગૌમાતા અને તેનો પરીવાર મળી કુલ ૧૧૦૦થી વધુ ગૌમાતાનું નિજ નિવાસ સ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયું છે. વાંકાનેરની આ ગૌશાળામાં ગાયમાતાને લીલા-સુકા ઘાસ ઉપરાંત ગોળ-ખોળ વિગેરે અપાય છે અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર પણ આપવામાં આવે છે.
વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૫૦ હજારથી વધારે રોજીદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ, રાજકોટ ગૌસેવા સમિતિ તથા મોરબી તથા જામનગર ગૌસેવા સમિતિએ અપીલ કરી છે. રાજકોટમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મઘ્યે અંબિકા પાર્ક, સ્વામિનારાયણ ગુરૂકુલ, સોરઠીયાવાડી (ઘનશ્યામભાઈ), કોટેચા ચોક, પ્રદિપભાઈ, ગાયત્રી એન્જી. કોર્પો., રાધે હોટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, જામનગરમાં જામનગર બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્ટઅંશ સ્કુલ સામે પંડિત નહેરૂ માર્ગ, કિરીટ સ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદી બજાર ચોક, મોરબીમાં ખોડિયાર રેસ્ટોરન્ટ જુના બસ સ્ટેન્ડ પાસે, સદગુરુ મીલ્ક પોઈટ શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડિકલ રવાપર રોડ, ગાંધી ચોક પેટ્રોલ પંપની બાજુમાં, સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જુના ગેઈટ સ્ટેશન પાસે, રાજમંદિર પાસે-મલહાર ચોક, માતુશ્રી કોમ્પલેક્ષ રતનપર (જોરાવરનગર) કોઝવે પાસે, વાંકાનેરમાં અંધઅપંગ ગૌ આશ્રમની ઓફિસ જીનપરા, જયશ્રીરામ દુગ્ધાલય (ભાઈલાલભાઈ) પેંડાવાળા) તેમજ જીતુભાઈ સોમાણી ગ્રુપ મારકીટ ચોક, ગૌશાળા ઓફિસ વગેરે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી દાન સ્વીકારશે.