ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે કાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ: મહિલા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચાર પ્રદર્શનકક્ષા, સભાખંડ, વાલ્મિકી ઋષિ આશ્રમ કુટીર બનશે આકર્ષણનું કેન્દ્ર
રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી વિકાસ માટે સેવાના માધ્યમથી સતત કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા આયોજીત સામાજીક સંસ્થાઓને એક જ સ્થાન પર લાવવાના અભિગમને રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા દર પાંચ વર્ષે રાજયસ્તરના સમરતા સેવા સંગમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટમાં યુવાનોના હૃદય સમ્રાટ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને તા.૧૨,૧૩ જાન્યુઆરી ૨૦૧૯ને શનિવાર, રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજનું મેદાન, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે યોજાનાર સમરતા સેવા સંગમનું તા.૧૨ જાન્યુઆરી શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ભવ્ય ઉદઘાટન રાખવામાં આવેલ છે. આ ઉદઘાટનમાં દીપ પ્રાગટય રામકુમારજી-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય સહ-સેવા પ્રમુખ, જયારે અતિથિ વિશેષ તરીકે સુનિલભાઈ મહેતા-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય સહ-સેવા પ્રમુખ તથા સેવાભારતી, ગુજરાતના ટ્રસ્ટી, જીવણભાઈ પટેલ વાઈસ ચેરમેન રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સમરસતા સેવા સંગમ ખુલ્લો મુકવામાં આવશે.
ઉપરોકત સેવા સંગમ કાર્યક્રમમાં વ્યકિતગત એવમ્ સંસ્થાકીય રીતે મહિલાઓના યોગદાનને ઉજાગર કરવા માટે આ દિશામાં પ્રેરીત કરવા તેમજ પ્રોત્સાહિત કરવાના હેતુથી ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કાલે સાંજે ૪ થી ૬ કરવામાં આવેલ છે. આ મહિલા સંમેલનમાં ચંદ્રિકાબેન ચુડાસમા-સેવાભારતી દિલ્હી અખિલ ભારતીય ઉપપ્રમુખ દ્વારા દીપ પ્રાગટય થનાર છે. જયારે અતિથી વિશેષ તરીકે સુહાસરાવજી હિરમેઠ-અખિલ ભારતીય કાર્યકારણી સદસ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડો.નિમાબેન સીતાપરા કન્સલ્ટન્ટ પીડીયાટ્રીશ્યન ખાસ ઉપસ્થિત રહેનાર છે અને માર્ગદર્શન આપનાર છે. કાલે રાત્રે ૯ કલાકે સેવા બસ્તીના નાના બાળકો-ભુલકાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બાળકો દ્વારા ગીતો, દુહાઓ, એકપાત્ર અભિનયો વગેરે કાર્યક્રમ યોજી સામાજીક સમરસતાનો અનેરો અનુભવ કરાવશે.
આર.એસ.એસ.પ્રેરીત સેવાભારતી ગુજરાત દ્વારા આયોજીત સમરસતા સેવાસંગમમાં બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં અનેકવિધ બાબતોને સાંકળીને સમાજના વિભિન્ન અંગોને સાંકળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતની ૧૫૦ ઉપરની સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિની ઝલકની પ્રદર્શનીકા ખાસ બનાવવામાં આવેલ છે. આ ચાર પ્રદર્શનકક્ષ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રદર્શનકક્ષ, સંત રોહિદાસ પ્રદર્શનકક્ષ, ભકત કવિ નરસિંહ મહેતા પ્રદર્શનકક્ષ, માં ગંગાસતી પ્રદર્શનકક્ષ. આ પ્રકારના નામાભિધાન કરવામાં આવેલ છે. આ બે દિવસનાં કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણોમાં ભવ્ય ઓડિયો-વિઝયુલ કક્ષ જેમાં ગુજરાતની જાણીતી સેવાકીય સંસ્થાની પ્રવૃતિઓની ઝાંખી, સેવાભારતી દ્વારા પુરા ભારતમાં થતા કાર્યોની ઝાંખી દર્શાવવામાં આવશે તેમજ રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદજી દ્વારા થયેલ કાર્યોની પણ ઝાંખી અને વિચારો ઓડિયો-વિઝયુલ રૂમમાં લાઈવ કાર્યક્રમના માધ્યમથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવશે. જાણીતા રામાયણી ઋષિ વાલ્મીકિના સચિત્ર લાઈવ આશ્રમનું નિર્માણ થયેલું હોય તેવી અનુભૂતિ થાય તે પ્રકારનું લાઈવ આશ્રમ દર્શાવવામાં આવશે જે જબ‚ આકર્ષણ જમાવશે.
બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં ગુજરાતની ૨૦૦થી વધુ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજીક કાર્યકરોને સેવા પ્રત્યે વધુ સજાગતા અને સંકલીત પ્રયાસ થાય અને અન્ય સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિઓના માધ્યમથી પોતાની સંસ્થામાં સેવાકીય પ્રવૃતિ કેવી રીતે કરી શકાય તે માટે અરસ-પરસ વિચારોનું આદાન-પ્રદાન થાય અને ચોકકસ દિશામાં સેવાકીય કાર્યો થાય અને તેનું શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત થાય તે માટે અલગ-અલગ કાર્યકારી જુથમાં સેવાકીય પ્રવૃતિના સંદર્ભમાં વિચાર-વિમર્શ કરવા માટે ત્રણ મહાનુભાવો કે જેઓ સામાજીક સેવાકીય પ્રવૃતિઓના સમગ્ર જીવન સમર્પિત કરનારાઓ મહાનુભાવોના નામે એટલે કે સંત સવૈયાનાથ સભાખંડ, રવિશંકર મહારાજ સભાખંડ, વિર મેઘમાયા સભાખંડ, નામાભીધાન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આર.એસ.એસ.માં વિવિધ જવાબદારીઓ સંભાળતા રાજકુમારજી (અખિલ ભારતીય સહ-સેવા પ્રમુખ), સુહાસરાવજી હિરેમઠ (અખિલ ભારતી કાર્યકારણી સદસ્ય), ડો.જયંતિભાઈ ભાડેસીયા (પશ્ચીમ ક્ષેત્ર સંઘચાલકજી), પ્રવિણભાઈ ઓતીયા (રાષ્ટ્રીય સેવાભારતી પશ્ચીમ ક્ષેત્રના સંયોજક), કિશોરભાઈ મુંગલપરા (પ્રાંત સહકાર્યવાહ), ઉપેન્દ્રજી કુલકર્ણી(પશ્ચીમ ક્ષેત્ર સેવા પ્રમુખ), નારણભાઈ વેલાણી (ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ) ડો.નરેન્દ્રભાઈ દવે (ગુજરાત પ્રાંત સહ-સેવાપ્રમુખ), એડવોકેટ અજીતભાઈ શાહ (અમદાવાદ આઈ.ટી.નિષ્ણાંત), સંદીપભાઈ શેઈકવાલ (કંપની ફંડ માહિતી આપશે) સી.એ.પ્રવિણભાઈ ધોળકિયા (ચેરીટી કમિશનરના નિયમો) માર્ગદર્શન આપનાર છે. સમગ્ર ગુજરાતમાં ૮૦થી ઉપરની સેવાકીય સંસ્થાઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં કોલેજકક્ષાએ બેનમુન કામગીરી કરનાર રાજકોટના એનસીસી ઘટક દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન, તે સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિઓની ઝલક દ્રશ્યમાન થશે. સચિત્ર ઝલકો, માહિતીસભર પત્રિકાઓ, પુસ્તિકાઓ, પ્રદર્શનો વિગેરેનું માટે દર્શનીય રહેશે.
રન ફોર સેવા અને રંગપૂર્ણ હરિફાઈનો પ્રારંભ
સમરસતા સેવા સંગમ જોવા માટે ગુજરાત તેમજ રાજકોટની જનતાને આહવાન કરતા જુદા જુદા વિસ્તારોમાં સ્કુલોના વિદ્યાર્થીઓ દ્વારા ‘રન ફોર સેવા’નો ભવ્ય પ્રારંભ થઈ ગયેલ છે જે ત્રણ દિવસ ચાલનાર છે. મારું શહેર સ્વચ્છ શહેરના સંદેશને આહવાન કરતા રાજકોટની શાળાઓની વિદ્યાર્થીઓ માટે ભવ્ય રંગપૂર્ણ હરીફાઈનું આયોજન પણ કરવામાં આવેલ છે.