સરપંચ અને તલાટીમંત્રી સમક્ષ વ્યથા ઠાલવી
સરપંચ તરીકેનો ચાર્જ સંભાળતા અજયભાઈ પરમાર સમક્ષ રજુઆતનો મધપુડો આવી પડયો છે. આજે તલાટી મંત્રી અને સરપંચ સમક્ષ પારડી ગામની મહિલાઓ ગામ પંચાયતની કચેરી આવી પારડી ગામના જયોતિ પાર્ક વિસ્તારમાં સફાઈ અભિયાન થતું ન હોય જેથી તે વિસ્તારમાં ગંદકી અને દુરથી લોકો પરેશાન છે તેવી મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી ત્યારે એક તરફ આપણા વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની મસમોટી વાતો કરાય છે ત્યારે રાજકોટ જિલ્લાના નાના એવા લોધિકા તાલુકાના પારડી ગામે જયોતિ પાર્ક વિસ્તારમાં ગંદકીની ફરિયાદ વારંવાર ઉઠવા પામી છે.
આ અંગે તાજેતરમાં જ સરપંચ તરીકેનો ચાર્જ અજયભાઈ પરમારને મહિલાઓએ આવી રજુઆત કરેલ છે. જેમાં તેઓએ કહ્યું કે વેરા વસુલાત નિયમિતતા હોય જેમ કે પાણી વેરો તેમજ સફાઈ વેરો છતાં તંત્ર દ્વારા અમારા વિસ્તારમાં સુવિધાનો અભાવ રહ્યો છે. અગાઉ પણ ગંદકી બાબતે ત્રણ ચાર વખત રજુઆત કરવામાં આવી છે. પરીણામે કોઈ ચોકકસ રીઝલ્ટ આવેલ ન હોય જેથી ફરી આજે મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં પાણી પણ દસ દિવસે મળે છે જે નિયમિત અને રેગ્યુલર મળે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે જે અંગે સરપંચ અને તલાટી મંત્રીએ ખાતરી આપી યોગ્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.