કારોબારી સમીતીની ચુંટણીમાં વી.પી.વૈષ્ણવની આગેવાની હેઠળની વાયબ્રન્ટ પેનલની બહુમતિ તરફ આગેકુચ: પેનલના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટ ચેમ્બરે વેપારીઓના પ્રશ્ને માત્ર રજુઆત નહી પરિણામ લક્ષી રજુઆતો કરી છે: વી.પી.વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી સમીતીની ચુંટણીમાં વી.પી. વૈષ્ણવની આગેવાની હેઠળની વાયબ્રન્ટ પેનલ બહુમતિ તરફ આગે કુચ કરી રહી છે. ત્યારે આગામી વર્ષોમાં સૌરાષ્ટ્રની હરણફાળમાં રાજકોટ ચેમ્બર અગ્રીમ ભાગ ભજવવાનો છે. તેવો હુંકાર પેનલનાં સભ્યોએ કર્યો છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા વી.પી.વૈષ્ણવ, પાર્થ ગણાત્રા, શીવલાલ બારસીયા, ગીરીશભાઇ પરમાર, દિપકભાઇ પોબારુ અને નિલેશભાઇ ભાલાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ અને નામના ધરાવતી વેપારી મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ર૪ કારોબારી સભ્યોની ચુંટણી ૧૬ જાન્યુઆરી ના રોજ સવારે ૯ થી ૬ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, રાજકોટ ખાતે યોજાનાર છે. જેમાં ચેમ્બરના પૂર્વ માનદમંત્રી વી.પી.વૈષ્ણવ ની આગેવાની હેઠળની વાયબ્રન્ટ પેનલ ચુંટણીના મેદાનમાં ઉતરેલ છે.
જેમાં શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.મેટોડા જીઆઇડીસી ઇન્ડ એસો., હડમતાળા ઇન્ડ. એસો. આજી ઇન્ડ. એસો., રાજકોટ ડેરી વેપારી એસો., જેતપુર ઇન્ડ. અને વેપારી એસો., રાજકોટ ઇલકેટ્રીકલ વેપારી, કોન્ટ્રાકટર એસો., ઇમીટેશન જવેલરી વેપારી એસો., માર્કેટીગ યાર્ડ વેપારી એસો., દાણાપીઠ, પરાબજાર, સોનીબજાર, ગુંદાવાડી, કેનાલ રોડ, વેપારી એસો., મવડી, ૧પ૦ ફુટ રીંગ રોડ વેપારી એસો., સહીતના તમામ વેપારી મહામંડળો માંથી તમામને પ્રતિનિધિત્વ વાયબ્રન્ટ પેનલ માં આપવામાં આવેલું હોવાથી અને તમામ સમાજના સભ્યોનો સમાવેશ પેનલમાં કરેલ હોવાથી વાયબ્રન્ટ પેનલને તમામ મંડળો,એસોસીએશનોનો સંપૂર્ણ ટેકા, સપોર્ટ મળેલ છે. અને વાયબ્રન્ટ પેનલ પ્રચંડ બહુમતિ સાથે એક તરફી વિજય કુચ કરી રહ્યાનું સ્પષ્ટ થાય છે.
તમામ સમાજના સભ્યોને સમાવેશ કરેલ હોવાથી સમરસતાના ભાવ સાથે ચુંટણી લઇ રહેલ છે. ભૂતકાળમાં વાયબ્રન્ટ પેનલ ના સભ્યો શીલલાલભાઇ બારસીયાના પ્રમુખપદ હેઠળ ચેમ્બરના માઘ્યથી વેપાર ઉઘોગના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ખુબ જ સફળતા મેળવી છે. જેમાં નોંધનીય કામો જેવા કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ લાવવું, રાજકોટને મુંબઇ સાથે જોડતી દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવી, રાજકોટ-અમદાવાદ રેલવે લાઇનને ડબલ ટ્રેકમાં રુપાંતર કરવું, રાજકોટ ખાતે ક્ધવેન્સન સેન્ટરને મંજુરી અપાવવી, પોપર્ટી ટેકસ, વેરાને લગતા પ્રશ્નો રોડ, ગટર, વીજ લાઇનો ના પ્રશ્નો ઉકેલવા, ખીરસરા જીઆઇડીસી લાવવી, સમગ્ર દેશમાં કામ કરી રહેલી ચેમ્બરોમાં ઓલ ઇન્ડીયામાં જીએસટીને લગતી વધારેમાં વધારે કામગીરી કરવી,આઇસીડી ક્ધટેનશ ડેપો રાજકોટ ખાતે બનાવવા માટેની મંજુરી અપાવવી, રાજકોટ-દિલ્હી ફલાઇટ (વિમાની સેવા) શરુ કરાવવી, જેવા અનેક વેપાર ઉઘોગને લગતા પ્રશ્નોના ઉકેલ માટે ટીમે ભગીરથ પ્રયાસો કરેલ છે. અને ભવિષ્યમાં પણ અવિરત પણે વેપારીઓ ઉઘોગકારો ને વધુમાં વધુ મદદરુપ થવા અને પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપેલ છે.
ભવિષ્યમાં હાથ ધરનારા અગત્યના પ્રશ્નોમાં નજરી કરી તે તો વાયબ્રન્ટ પેનલ દ્વારા અત્યારથી જ આયોજન કરેલ છે. એવા સર્ટીફીકેટ ઓય ઓરીજી ઓનલાઇનનું ઇમ્પલીમેશન કરાવવું, ક્ધવેન્સન સેન્ટરની કામગીરી સમયસર પુરી કરાવીશું, વેટના પડતર પ્રશ્નો, જીએસટી રીફંડના પ્રશ્ર્નોનો નિકાલ લાવીશું, જીએસટી રીફંડ માટે ઓનલાઇન અરજી સીસ્ટમ નો અમલ કરાવીશું, સૌરાષ્ટ્રની મુખ્યમાંગણી એવી કલ્પસર યોજના લાવવા પુરતા પ્રયત્ન કરીશું, રાજકોટ ખાતે હાઇકોર્ટ ની બેંચ મળેએ માટે પુરતા પ્રયત્નો કરીશું, ધંધા રોજગાર ને અવરોધતા ટી.પી. સ્કીમ મંજુર કરાવી એનું ઇમ્પલીમેશ કરાવીશું, નવી બની રહેલી ખીરસરા જીઆઇડીસી મા પ્લોટ ધારકોને વ્યાજબી ભાવે જગ્યા મળી રહે અને પુરતા પ્રમાણમાં મળી રહે એ માટે જગ્યા વધારવા માંગણી સાથે પુરતા પ્રયત્ન કરીશું.
ઉપરાંત રોજબરોજ વેપાર ધંધાને લગતા પ્રશ્નો માં સરકારશ્રીના અધિકારીઓ સાથે બેઠકો કરી ત્વરીત નિકાલ લાવીશું એવી વાયબ્રન્ટ પેનલ તરફથી ખાતરી સાથે વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવેલ છે.
તમામ ર૪ સભ્યોના વિશ્વ સાથે વાયબ્રન્ટ પેનલનો પ્રચંડ બહુમતિ સાથે વિજય થશે એવો પેનલના કર્ણધાર વી.પી.વૈષ્ણવ અને પૂર્વ પ્રમુખ શીવલાલભાઇ બારસીયા દ્વારા આશાવાદ વ્યકત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્બર ના પૂર્વ ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાની જીએસટી રીફગ મેળવવા અને જીએસટીને લગતા વેપારી આલમના કોઇપણ પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવાની કામગીરી કાબીલે દાદ રહેલ અને પાર્થભાઇ એ આ કામગીરી સબબ એવોર્ડ પણ મળેલ છે. આ વાઇબ્રન્ટ પેનલ ભૂતકાળ મા કરેલ કામગીરી અને વેપાર ઉઘોગના પ્રશ્નોને અપાવેલ ન્યાયના આધાર પર હાલ તે બહુમતિ તરફ આગેકુચ કરી રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઈએ રાજકોટ ચેમ્બરની તમામ રજૂઆતો માન્ય રાખી છે
વી.પી. વૈષ્ણવે જણાવ્યું કે રાજકોટ ચેમ્બર દ્વારા રાજયકક્ષાએ જે કોઈ રજૂઆતો કરવામા આવી છે તે તમામ રજૂઆતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માન્ય રાખીને તાત્કાલીક પરિણામ આપ્યું છે. વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું પણ કહ્યું કે દર બે મહિને શરમ રાખ્યા વગર પ્રશ્નો લઈને મળવા માટે આવી જ જવું વેપારીઓના તમામ વ્યાજબી પ્રશ્ને રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે. અગાઉ સૌરાષ્ટ્ર પ્રત્યે પૂરતુર ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. જયારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદે આરૂઢ થયા ત્યારથી સૌરાષ્ટ્રે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે.
આઈટીને ટારગેટ આપવો અયોગ્ય: ટેક્ષપેયરને પ્રોત્સાહન આપવાની જરૂર
પાર્થ ગણાત્રાએ જણાવ્યું કે ઈન્કમટેક્ષ વિભાગને આપવામાં આવતો ટારગેટ અયોગ્ય છે. ટારગેટ આપવાને બદલે જો ઈન્કમટેક્ષ વિભાગને ટેક્ષપેયરોને પ્રોત્સાહન પૂરૂ પાડવાની સુચના આપવામાં આવે તે વધુ ફાયદારૂપ છે. તાજેતરમાં આઈટી વિભાગને નવા ૨.૫૦ લાખ ટેક્ષ પેયરો શોધવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. તેના કરતા જો ટેક્ષપેયરોને ટેક્ષ ચૂકવવા બદલ કોઈ વળતર કે ભેટ આપવામાં આવતી હોય તો ટેક્ષપેયરોને ટેક્ષ ભરવા માટે પ્રેરણા મળશે. ઉપરાંત રાજકોટ ચેમ્બર દ્વારા પણ ટેક્ષપેયરોમાં જાગૃતિ લાવવાનાં પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.