ડિજિટલાઈઝેશનમાં વધારો થતા ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના આઈટી એન્જિનિયરોની બેકારીમાં થઈ રહેલો વધારો
દેશના માધ્યમોનાં રીપોર્ટ જણાવેલ છે તે મુજબ વર્ષાંતે ૫૬,૦૦૦ આઈ.ટી. પ્રોફેશ્નલને તેમની નોકરી ગુમાવવાનો વારો આવશે તેમજ આગામી ત્રણ વર્ષોમાં આ બેકારીનો આંક ૧.૭૫ લાખથી ૨ લાખ સુધી પહોચવાનો અંદાજ છે.
એક બાજુ નવી ટેકનોલોજી અપનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ તેના કારણે જ આઈટી ક્ષેત્રે બેરોજગારી વધી રહી હોવાનું હેડ હન્ટર ઈન્ડિયાના ફાઉન્ડર -ચેરમેન તેમજ એમ.ડી.કે લક્ષ્મીનાથે જણાવ્યું હતુ આ રીપોર્ટનું સર્વેક્ષણ ગત ફેબ્રુઆરીથી શ‚ કરાયું હતુ જે મુજબ આઈટી ફર્મ આગામી ૩-૪ વર્ષોમાં નકામી બની જશે.
કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા જાહેર યાદીનાં આંકડાઓ ચોંકાવી દેનારા છે. જે મુજબ ૨૦૧૬-૧૭માં માત્ર ૬૬ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળી છે. આ આંકડો ૨૦૧૫-૧૬માં ૭૯ ટકા, ૨૦૧૪-૧૫માં ૭૮ ટકા હતો એ અન્વયે અભ્યાસ મુજબ બેરોજગારીનું પ્રમાણ વધ્યું હોવાનું બહાર આવી રહ્યું છે.
આ અંગેના કેન્દ્ર સરકારનાં રીપોર્ટનો વધુ અભ્યાસ કરતા જાણમાં આવ્યું છે કે દેશની ૧૭ આઈઆઈટીના ૯૧૦૪ વિદ્યાર્થીઓએ નોકરી માટે અરજી કરી હતી જેમાંથી માત્ર ૬૦૧૩ વિદ્યાર્થીઓને જ નોકરીની ઓફર મળી છે. હાલ દેશમાં ૨૩ આઈઆઈટી સંસ્થાઓમાં ૭૫૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દેશભરતી આ સંસ્થાઓમાંથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ જ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. તેથી એ બાબત સાબિત થાય છે કે સરકાર દ્વારા રોજગારી ઉભી કરાઈ રહી હોવાના સરકારના દાવાઓ પોકળ સાબીત થઈ રહ્યા છે. બીજી બાજુએ દેશમાં કેટલીક કંપનીઓ દ્વારા મોટાપાયે કાપ મૂકવામાં આવી રહ્યો છે.
લાર્સન એન્ડ ટર્બો લિ. દ્વારા જ ગત વર્ષે ૧૪,૦૦૦ કર્મચારીઓને કાઢવામાં આવ્યા હતા. દેશમાં આવી સાત જેટલી મોટી આઈટી કંપનીઓ આગામી દિવસોમાં ૫૬,૦૦૦ એન્જિનિયરોને છૂટા કરશે તેવો અંદાજ છે.
વધુમાં લક્ષ્મીકાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે મહાનગરો જેવાકે મુંબઈ અને બેંગ્લોરમાં પણ નોકરીની જગ્યા ખાલી કરાવવામાં આવી રહી નથી પરંતુ કોઈમ્બતુર જેવા કેટલાક શહેરોમાં આ ઘટના જોવા મળી રહી છે.
બદલાતી ટેકનોલોજીનાં કારણે મોટાભાગનાં અસરકતા નોકરીયાતોની ઉંમર ૩૫ વર્ષ કે તેથી વધારે હોય તેને જોવા મળી રહી છે. તેમજ તેઓનો નોકરી મળવામાં મુશ્કેલીઓ થઈ રહી છે.