ટોલટેકસમાંથી મુકિત જાળવી જોઇએ તેવી વેપારી મહામંડળની કારોબારી બેઠકમાં નકકી કરાયું
કેશોદ વેપારી મહામંડળની કારોબારી બેઠક મળી હતી આ બેઠક કેશોદના ગાદીય ટોલનાકા પરથી કેશોદના વાહનો વાળા પાસેથી તગડી ટોલટેકસ ઉધરાવવામાં આવે ત્યારે આ ટોલટેકસ નાબુદ કરવા માટેની વેપારી કારોબારીએ નિર્ણય કર્યો છે.
અને તેના પ્રથમ વિરોધ તા.૧૦-૧ ના રોજ બપોરના સુમારે નેશનલ હાઇવે ઓથોરીટી એક આવેદન પત્ર અપાશે તેમજ ડેપ્યુટી કલેકટર ડી.વાય એસ.પી સાંસદની ઓફીસે જઇને આવેદનપત્ર અપાશે અને આટલા લોકોને આવેદનપત્ર આપ્યા બાદ પણ દિવસ આઠમાં કોઇ નિર્ણય નહી લેવાય તો આઠ દિવસ બાદ ટોલનાકાએ વેપારી મહામંડળ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવશે.
અને ટોલટેકસ માંથી કેશોદને મુકતી આપવાની માગણી કરવામાં આવશે અને બીજી તરફ એક નિયમ મુજબ વીસ કઇ મી. સુધીના અંતર ને ટોલટેકસ માંથી મુકિત આપવામાં આવી છે. ત્યારે કેશોદ તો માત્ર બાર કી.મી.ના અંતરે છે ત્યારે કેશોદ ને ટોલટેકસ માંથી મુકિત આપવામાં આવી છે ત્યારે કેશોદ તો માત્ર બાર કી.મી.ના અંતરે છે. ત્યારે કેશોદને ટોલટેકસ માંથી મુકિત મળવી જોઇએ તેવો વેપારી મહામંડળનો કારોબારી મીટીંગમાં નકકી કરવામાં આવેલ છે.