સહકારી ક્ષેત્રમાં સાંસદ વિઠલભાઈ રાદડિયાનો દબદબો યથાવત
ચુંટણી અધિકારી તરીકે જીલ્લા રજીસ્ટ્રાર તિરથાણીનાં અધ્યક્ષ સ્થાને ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ ચુંટણીમાં સતત બીજી ટર્મ માટે રણછોડભાઈ કોયાણી પ્રમુખપદે તેમજ અતુલભાઈ ઝાલાવડીયા ની ઉપપ્રમુખપદે વરણી થતા ડિરેકટરો તેમજ કાર્યકરોમાં હર્ષોલ્લાસ છવાયો હતો. આ તકે ઉપસ્થિત કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવેલ કે છેલ્લા ૨૦ વર્ષ થયા સહકારી અગ્રણીઓએ, ડિરેકટરોએ મારા પૂ.પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના નેતૃત્વમાં વિશ્વાસ મુકતા આવ્યા છે તે બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
નવનિયુકત ચેરમેન રણછોડભાઈ કોયાણીએ પણ જણાવેલ કે સરકારી ધોરણે ખેતી જણસોની થતી ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ખેડુતને અન્યાય ન થાય તેમજ ખેડુતોનું તમામ ક્ષેત્રે હિત જળવાય તેવા મારા હંમેશા પ્રયત્નો રહેશે. આ તકે રાજકોટ દુધ સહકારીનાં ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, જયસુખભાઈ ઠેસીયા, હરકિશન માવાણી, સી.સી.અંટાળા, શાંતીભાઈ વેગડ, પ્રભુદાસ માવાણી, જે. ડી. બાલધા, લલીત વોરા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.