લોકસભા પહેલા સુપ્રીમ કોર્ટની ખંડપીઠને માત્ર સુનાવણી માટે મળશે ૩૬ દિવસ

લોક વાયકા પ્રમાણે મર્યાદા પુરુષોત્તમ રામને ૧૪ વર્ષનો વનવાસ વેઠવો પડયો હતો પરંતુ આશરે ચાર સદીથી રામલલ્લાને પોતાના મંદિરમાં રહેવા માટે કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે ? આ તો કેવી કરૂણા અને કેવી કરૂણતા, કયાંક હિન્દુ સમાજની નબળાઈ તો કયાંક કોર્ટની આંટીઘુંટી કે પછી રાજકીય પક્ષોના રોટલા શેકવાની વૃતિ રામલલ્લાને પોતાના સ્થાન અથવા પોતાના મંદિરમાં રહેવા માટે રોક લગાવી દેવામાં આવી છે, આ કેટલાક અંશે યોગ્ય કહી શકાય. કળીયુગના રાવણો જાણે ત્રેત્રા યુગના રામ ઉપર હાવી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

જે રીતે અયોધ્યા મંદિરનો મુદ્દો સુપ્રીમમાં ચાલી રહ્યો છે અને તેમાં પણ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને જસ્ટીસ લલીતની ખંડપીઠમાં હોવાનો સવાલ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, રામ મંદિર મુદ્દાને લઈ તેઓ એક સમયે સુપ્રીમ કોર્ટમાં વકીલની ભૂમિકા પણ ભજવી હતી ત્યારે સુનાવણી શરૂ થતાં જ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવતા કહ્યું હતું કે, જસ્ટીસ યુ.યુ.લલીત ૧૯૯૪માં કલ્યાણસિંગ તરફથી વકીલ રૂપે હાજર રહ્યાં હતા. આ મુદ્દા પર વરિષ્ઠ વકીલ હરિશ સાલવેએ પણ જણાવ્યું હતું કે, આનાથી કોઈ ફર્ક પડતો નથી કારણ કે, જે મુદ્દે જસ્ટીસ લલીત વકીલાત કરી હતી તે આ મુદ્દાથી પૂર્ણરૂપે ભિન્ન છે અને તે એક અપરાધીક મામલો પણ હતો જેના પર વરિષ્ઠ વકિલ ધવને જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના વકીલ આ પ્રકારની માંગ કદી ના કરી શકે.

પરંતુ વ્યક્તિગત રીતે જસ્ટીસ લલીતે પોતાનું નામ ખંડપીઠમાંથી પાછુ ખેંચી લીધુ હતું.

સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે નિર્ણય લેતા કહ્યું હતું કે, જસ્ટીસ લલીત દ્વારા લેવામાં આવેલ નિર્ણય તેનો વ્યક્તિગત છે અને હવે તે રામ મંદિર મામલે ગઠીત થયેલી ખંડપીઠમાં તેઓ હવે નહીં રહે જેથી ફરીથી રામ મંદિર મુદ્દે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. સુનાવણી દરમિયાન રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, આ મામલે ૮૮ લોકોની ગવાહી લેવામાં આવી હતી અને ૨૫૭ જેટલા દસ્તાવેજોને પણ તપાસવામાં આવશે જે ૧૩૮૬૦ પાનાના છે. ખંડપીઠે જણાવતા કહ્યું હતું કે, રામ મંદિરને લઈ ઓરીજીનલ દસ્તાવેજના ૧૫ બંદર બંડલો છે ત્યારે ચિફ જસ્ટીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દસ્તાવેજો હિન્દી, અરબી, ગુરૂમુખી અને ઉર્દુ ભાષામાં છે અને એ વાતની પુસ્ટી નથી થઈ કે આ તમામનું અનુવાદ થયું છે કે કેમ, ત્યારે સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ રંજન ગોગોઈએ રજિસ્ટરના રેકોર્ડનું અવલોકન અને નિરીક્ષણ કરવાનો નિર્દેશ કર્યો છે. સાથો સાથ જે દસ્તાવેજોના અનુવાદ કરવાના બાકી છે તેનો કેટલો સમય સરકારી અનુવાદક લેશે તે વિશે પણ માહિતી મેળવવા તેઓએ આદેશ કર્યો હતો. ત્યારે આ તમામ રેકોર્ડોને ૨૯ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ત્યારે આવનારા સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રામલલ્લાએ વનવાસ વેઠવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેનું એકમાત્ર કારણ એ છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે લોકસભા ચૂંટણી પૂર્વ ૩૬ દિવસ જ મળશે જે આશંકીક રીતે જણાય રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે રામ મંદિર મુદ્દાનો નિર્ણય આવી શકશે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.