વ્યાજ, વીજળી સહિત અનેક સબસિડીથી સરકાર કાપડ ઉદ્યોગને વેગ આપશે 

ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો ગુજરાત રાજય અનેકવિધ રીતે સમૃધ્ધ માનવામાં આવે છે. ત્યારે ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા ગુજરાત સરકાર દ્વારા કપરા ઉદ્યોગને ધમધમતો કરવા માટે રાહતનો પટારો ખોલ્યો હોય તેવું લાગી રહ્યું છે.

વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું કોટન સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળુ માનવામાં આવે છે. ત્યારે ટેકનોલોજી અને જરૂરીયાત મુજબની ચિજવસ્તુઓના અભાવથી કાપડ ઉદ્યોગને ઘણુ ખરુ વેઠવું પડતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે, પહેલા કોટનનું સ્પીનીંગ પણ કોઈ અન્ય સ્થળ પર થતું જયારે જીનીંગ પણ કોઈ બીજી જગ્યા પર કરવામાં આવતું હતું. ત્યારબાદના જો પગલાની વાત કરવામાં આવે તો વીવીંગ અને ફિનીશ પ્રોડકટ પણ વિવિધ જગ્યાઓ પર થતી હતી જેને લઈ રો-મટીરીયલથી ફીનીશ પ્રોડકટ સુધી કોટનમાં એટલે કે કપાસમાં કોસ્ટીંગ ખૂબજ વધુ થઈ જતું હતું. સાથો સાથ પરિવહનનો ખર્ચ પણ વધુ થઈ જતો હતો. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક જ સ્થળ પર એટલે કે, જે સ્થળ નકકી કરવામાં આવ્યું હોય તેમ જ સ્પીનીંગ, વીવીંગ, જીનીંગ અને ફીનીશ પ્રોડકટ બની શકે. જેથી કાપડ બનતા જે ખર્ચ લાગુ પડતો તે ન પડે અને ખુબજ ઓછા ખર્ચમાં ફીનીશ પ્રોડકટ મળી શકે. કારણ કે, ગુજરાતનો કપાસ અન્ય દેશોની સરખામણી કરતા અનેકગણુ પ્રભાવશાળી અને ગુણવત્તાયુકત રહ્યું છે. જેને લઈ ગુજરાતનો કાપડ ઉદ્યોગ પોતાની એક આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

સાથો સાથ કાપડ ઉદ્યોગીક એકમોને પણ અનેકવિધ સબસીડીઓ, વીજમાં રાહત અને પાણીની ઉપલબ્ધિ પુરી પાડવામાં આવશે અને અનેકવિધ ક્ષેત્રોમાં કાપડ ઉદ્યોગોને ઈન્સેન્ટીવ અને સબસીડી પણ સરકાર તરફથી આપવામાં આવશે જેથી કાપડ ઉદ્યોગ ખૂબજ સારી રીતે વિકસી શકે અને તેમને અડચણરૂપ તમામ સમસ્યાઓનું નિવારણ અને નિરાકરણ પણ થઈ શકે જેના કારણે ગુજરાત સરકાર ટેકસ ટાઈલ પાર્ક બનાવવા પણ અગ્રસર થઈ રહ્યું છે.

ટેકસ ટાઈલ પાર્ક બનવા બાદ જે વસ્તુઓ મહારાષ્ટ્રમાં નવાપુર ખાતે મોકલવામાં આવતી હતી તે હવે એક જ સ્થળ પર રૂપાંતરીત એટલે કે, પ્રવર્તીત થઈ શકશે જેના કારણે ગુજરાત સરકારને પડતા ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે અને કાપડ ઉદ્યોગને વેગ મળશે. કપાસની ગાંસડીઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને પાવર સબસીડીમાં પર યુનિટ ૩ રૂપિયા લેવામાં આવશે જયારે ઓછો પાવર ઉપયોગ કરતા ઉદ્યોગોને પ્રતિ યુનિટ રૂ.૨ લેવામાં આવશે. સાથો સાથ ૨૦ કરોડ વાર્ષિક ટર્નઓવર પર સરકાર સબસીડી આપવાનો પણ નિર્ધાર કર્યો છે. જે ગ્રોસ ફીકસ્ડ કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ ઉપર આપેલી લોનની ઈન્ટરેસ્ટ સબસીડી પણ મળવાપાત્ર રહેશે.

સાથો સાથ સાઉથ ગુજરાત પ્રોડકટીવ કાઉન્સીલના અધ્યક્ષ આશા દવેએ જણાવ્યું હતું કે, ટેકસ ટાઈલ પોલીસીથી જે મધ્યમ ઉદ્યોગ સુરત અને ગુજરાતના અન્ય સ્થળોમાં રહેલા છે તેમને આનો ખુબજ ફાયદો થશે. ૬ ટકાની ઈન્ટરેસ્ટ સબસીડી સાથે પાવર સબસીડી પણ કાપડ ઉદ્યોગને બેઠો કરી તેના વિકાસને વેગ આપશે. કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું જેતપુર પણ અવ્વલ નંબરે આવે છે ત્યારે જેતપુરમાં જે સાડી ઉદ્યોગ મંદ પડયો છે તેને પણ આ યોજનાથી ખુબજ વધુ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.