સૌની યોજનાથી ગુજરાતના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવા ગુજરાત કટીબદ્ધ: રૂપાણી
વિધાનસભા ચૂંટણીને ઘ્યાને લઇ ૪૮૦૦૦ ચૂંટણી બુથો પર વિસ્તારક એક્ટિવીટી તેજ કરવા ભાજપે પ્રયાસ શ‚ કર્યા છે. આ મામલે શનિવારે ગાંધીનગર ખાતે વિસ્તારકો માટે વર્કશોપ યોજાયો હતો. જેના હેઠળ વિસ્તારકો લોકોને મોબાઇલ નંબર ૭૮૭૮૧૮૨૧૮૨ ઉપર મિસકોલ આપવાનું સમજાવશે. આ ઉપરાંત લોકો વધુ ને વધુ ભીમ તેમજ નરેન્દ્ર મોદી એપનો ઉપયોગ કરતા થાય તે અંગે માહિતગાર કરાશે. આ વર્કશોપમાં યોગા દિવસની ઉજવણી અંગે પણ ચર્ચા થઇ હતી.
બીજી તરફ સૌની યોજના દ્વારા ગુજરાતના દરેક ખૂણે પાણી પહોંચાડવા સરકાર કટીબઘ્ધ હોવાનું મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જુનાગઢના ચણાખા ખાતે ‚ા.૪૯૫ લાખના ખર્ચે નિર્માણાધિન સબસ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું હતું. મુખ્યમંત્રી ‚પાણીએ ભેંસાણ ખાતે સરકારી વિનીયન કોલેજનું ખાતમુહૂર્ત પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર વાસીઓને ભવિષ્યમાં પાણીની કોઇ મુશ્કેલી અનુભવવી ન પડે અને દુષ્કાળ ભુતકાળ બની જાય તે માટેની ‚ા.૧૨૦૦૦ કરોડની મહાત્વાકાંક્ષી સૌની યોજનાનું ‚ા.૬૦૦૦ કરોડનું કામ પૂર્ણ થયું છે. બાકીનું કામ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં સૌરાષ્ટ્રના તમામ ડેમો પાણીથી છલકાવી દેવાશે.
મુખ્યમંત્રીએ તેમના પત્ની અંજલીબેન ‚પાણી સાથે ભેંસાણ તાલુકાના ચણાખા ખાતે સૌપ્રથમ ‚પાણી પરિવારના સુરાપુરા દાદાને દેવસ્થાને જઇ શિશ નમાવીને દાદાના દર્શન કર્યા હતા. બાદમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ કામોની તકતીનું અનાવરણ કર્યુ હતું. જેમાં સૌપ્રથમ ભેંસાણ ખાતે સરકારી વિનયન કોલેજનું ખાતમુહૂર્ત કર્યુ હતું. બાદમાં તાલુકાના ચણાખા ખાતે ‚ા.૪૯૫ લાખના ખર્ચે નિર્માણાધીન થનાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યુ હતું.