શું મજબુરી આગળ ધરી મતદારોને બંધારણીય અધિકારથી વંચિત રાખી શકાય

સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ ઈન્ડિયા આધાર આપી શકતું હોય તો મતદાનને આધાર કયારે ?

દરેક મતદારોને મતદાનનો અધિકાર એ બંધારણીય અધિકાર છે. ભારતમાં હાલ ૨૮ કરોડ મતદારો જે સંજોગોવસાત એક સ્થળેથી બીજા સ્થળે કામને લઈ કે કુટુંબના સંજોગોને લઈ સ્થળાંતરીત થવું પડતું હોય છે તેઓને પોતાના મત વિસ્તારના મતાધિકારનો ઉપયોગથી વંચિત રહેવું પડે છે.

વિશ્વના વિકસિત દેશો જેમ કે અમેરિકા, યુરોપીયન દેશો, જર્મની કે જાપાન દરેક મતદારોને જે પણ જગ્યા હોય અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરીત હોય કે કામ સર બહાર ગામ હોય તો મતદાર ગમે તે જગ્યાએથી મતદાન કરી શકે છે. જયારે ભારતમાં આપણે ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ ઈન્ડિયા અને આજે ૧૦૦ કરોડથી વધુ મોબાઈલ ધારકો હોય ત્યારે સ્થળાંતરીત લોકોને મતદાન મથક જવાનો જ આગ્રહ રાખી અને ટેકનોલોજીની મર્યાદા આગળ ધરી મતદાનથી વંચિત રહેવું પડે છે. આજે જયારે દરેક મતદારો પોતાનો મતાધિકાર ભોગવી શકે અને બંધારણીય હકકથી વંચિત રાખવો તે પણ એક ગુનો બને છે ત્યારે ઈન્દોરના વયોવૃદ્ધ વકીલ એસ.પી.નંદાએ સુપ્રીમ કોર્ટમાં લોકોના મતાધિકારને લઈ આરટીઆઈ નીચે અરજી દાખલ કરેલ છે અને ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા દેશના ત્રીજા ભાગના મતદારો મતદાનથી વંચિત ન રહે તે માટે અરજી દાખલ કરેલ છે અને ચુંટણીપંચને આ મતદારોને મતદાનના અધિકાર મોબાઈલ દ્વારા પણ આપી શકે તે માટે સજજ થવા અને બંધારણીય હકકો આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે.

અમેરિકા, યુરોપીયન દેશો, જર્મની, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવો ટચુકડો દેશ પણ ઘરથી દુર રહેલા મતદારોને મતદાન કરવા માટેની ટેકનોલોજીનો ઉપયોગ કરી હકક આપે છે તો ભારતમાં આજે આપણે ડિજિટલ ઈન્ડિયા કહીએ, સ્માર્ટ ઈન્ડિયા કહીએ કે સ્માર્ટ ઈન્ડિયા કહીએ છતાં રાજકીય પક્ષો અને સરકાર આના માટે એક જુથ થઈ અને મતદારોના મત માટે કેમ તૈયારી દર્શાવતા નથી એ પણ એક પ્રશ્ન છે.

આધારને લઈ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં દરેક વ્યવહારમાં આધાર વિશ્વસનીય અને સેઈફ માધ્યમ છે તેવો દાવો કરી રહી છે ત્યારે આધારની જેમ મતદારો માટેનું સ્માર્ટ કાર્ડ કે ડિજિટલ કાર્ડ બનાવી અને દેશના ત્રીજા ભાગના મતદારો કે જે મતદાનથી વંચિત રહે છે તેઓને પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે કેમ વ્યવસ્થા કે મજબુરી આગળ ધરી અને ઉદાસીનતા દાખવી રહ્યું છે જો સરકારની ઈચ્છાશકિત હોય અને રાજકીય પક્ષો એક જુથ હોય તો આ માઈગ્રેડ થતા આશરે ૨૮ કરોડ મતદારોને મતાધિકાર મળી જાય અને લોકશાહી આપણે વધારે મજબુત કરી શકીએ. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.