સમરસત્તા સેવા સંગમની ડી.એચ. કોલેજની તડામાર તૈયારીઓ શરુ
રાષ્ટ્ર અને સમાજના સર્વાગી વિકાસ માટે સેવાના માઘ્યમથી સતત કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત આયોજીત સમરતા સેવા સંગમ, રાજકોટ દ્વારા દિ. ૧ર, ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ ને શનિવાર, રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજનું મેદાન, ડો. યાજ્ઞીક રોડ ખાતે યોજાનાર સમરતા સેવા સંગમની જોરશોરથી વિશાળ મેદાનમાં તૈયારી શરુ થઇ ગયેલ છે.
શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજીક, સ્વાવલંબને જાગૃત કરતી ગુજરાતની ર૦૦ થી વધુ સેવા કાર્યકરતી સંસ્થાઓ જોડાનારા છે. તે સંસ્થાઓની સેવાકીય, પ્રવૃતિઓની ઝલક દ્રશ્યમાન થશે. સચિત્ર ઝલકો, માહીતી સભર પત્રિકાઓ, પુસ્તિકોઓ, પ્રદર્શનો વિગેરેનું માર્ગ દર્શનીય રહેશે.
તે માટે તમામ સંસ્થાઓ માટે ભવ્ય મંડપોની તૈયારીઓ જોરશોરથી શરુ થઇ ગયેલ છે. રાજકોટની જનતા માટે ઉપરોકત ભવ્ય સેવા સંગમ માણવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ સેવા સંગમમાં બહારગામથી આવતી સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે રહેવા-જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.