બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને પાયાનું ઘડતર ૨૧મી સદીમાં જરૂરી
સ્વાસ્થ્યની સંભાળ ખુબજ જરૂરી છે જેને અનુલક્ષીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલીક મહત્વકાંક્ષી યોજનાઓ કરી રહ્યાં છે. ભારતમાં યોગને વેદના સમયથી જ સ્થાન મળ્યું છે ત્યારે હવે વધુ લોકોને યોગ અને સ્વાસ્થ્યલક્ષી જાગૃતતા માટે રામદેવ મહારાજ દ્વારા ભારત સહિત અન્ય દેશોમાં પણ કેટલાક સ્વાસ્થ્ય લક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે જેને લઈને સમગ્ર કાર્યક્રમનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પતંજલીના સાઘ્વી દેવપ્રિયાજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રામદેવ મહારાજનાં ભારત સહિત અન્ય દેશોમાં સ્વાસ્થ્યને લઈને જે વ્યાખ્યાનો આપતા તે ઘણા સાર્થક થયા છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુગ્રહોથી કરવામાં આવ્યું હતું. જે પરીણામ સ્વરૂપે ૨૧ જુન વિશ્ર્વ આખામાં યોગ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતની વાત કરવામાં આવે તો યોગ માટે હજી ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે. જેનો એક માત્ર કારણ એ છે કે ભારતનાં લોકો ખુબ જ આળસુ છે અને તેઓ ત્યારે જ ઉઠે છે જયારે તેમને રોગ થાય છે ત્યારે યોગની સાથે શિક્ષણનું પણ ખુબ જ મહત્વ છે. કારણકે આપણા જે સંસ્કારો છે આપણી જે સંસ્કૃતિ છે તેનાથી લોકો વિસરી રહ્યા છે. જેથી આ વર્ષ બાબા રામદેવ પ્રથમ વખત યોગ પીઠમાં ૨ વર્ષના બાળકોને સાથે રાખશે તથા તેઓને ઋષિ પણ બનાવશે.
સાથો સાથ પાંચ વર્ષના બાળકોને પણ યોગ પીઠમાં સ્થાન આપવામાં આવશે એટલે કહી શકાય કે ૨ વર્ષથી લઈ કોલેજ સુધીના બાળકોને આ સેવા કાર્યમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. જેથી પતંજલિ દ્વારા શિક્ષણ આગળ વધારવામાં આવશે. બાળકો માટે યોગની સાથો સાથ સંસ્કારનું પણ સિંચન કરવું અનિવાર્ય છે અને બાળકોને સાથોસાથ પ્રાચીન અને અર્વાચીન શિક્ષણ પઘ્ધતિનો સમન્વય કરાવવો જઈએ. કારણકે જે વ્યકિત જળથી જોડાયેલા ન હોય તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કારણકે જડથી જોડાઈ તો ફળ, ફુલ, ખીલી શકે, નહીંતર નહીં એટલે આપણી જડ ‚ષીમુનીઓ છે અને આપણી પ્રાચીન શિક્ષા પણ વૈદ અને વૈવિઘ્યસભર સંસ્કૃતિ અને સમયની સાથો સાથ આધુનિકતાનો પણ સ્વિકાર કરવો જોઈએ.
જયારે તેમને પુછવામાં આવ્યું કે, પતંજલી ઘણી વસ્તુઓ લોકોને આપે છે. જેમાંથી તેમને ફાયદો થઈ શકે. જેમાં ખાદ્ય ખોરાકની વાત કરવામાં આવે તો પતંજલિને લઈ ખોરાકમાં જે ચીજ વસ્તુઓ આપવામાં આવી છે. ૭૦૦% સાત્વીક છે પરંતુ ભારતના લોકો અર્વાચીન સમુદાયથી ખુબ જ વધુ પ્રોત્સાહિત થયા છે અને બહારના દેશોની ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે. જે ખરાઅર્થમાં લોકો માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે તેમ છતાં લોકો શું કામ ગંભીરતાથી તેને નથી જોઈ રહ્યા તે એક મુખય પ્રશ્ર્ન ઉદભવીત થઈ રહ્યા છે.