જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને રૂ. 40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે.
કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને રૂ. 1.5 કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.
નાણાપ્રધાન અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેરળ 2 વર્ષ સુધી મહત્તમ 1 ટકા સુધી ડિઝાસ્ટર સેસ લગાવી શકે છે. ગયા વર્ષે આવેલા પુરથી થયેલા નુકસાનના કારણે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.