અવકાશમાં રોમાંચક આતશબાજીના દ્રશ્યો જોવા મળ્યાં
દુનિયાભરનાં ખગોળપ્રેમીઓએ અવકાશમાં કવોડરેન્ટીકસ ઉલ્કાવર્ષાનો અદભુત નજારો નિહાળી ઝુમિ ઉઠવા હતા. અવકાશમાં ફટાકડાની આતકબાજી નિહાળી લોકો રોમાંચિત થઇ ગયા હતા. પ્રારંભમાં કલાકની ૮ થી ૧પ ઉલ્કાવર્ષા પછી તા. ૩૧-૧ર થી ૩,૪ જાન્યુઆરી બે દિવસમાં કલાકની ૧પ થી ૬૦ ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોઇ શકાઇ હતી. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની અપીલનો નજરો પ્રતિસાદ મળતા આશરે આઠ લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓ જિજ્ઞાસુઓએ અવકાશી ઉલ્કાવર્ષાનો અદભુત નજારો નિહાળ્યો હતો.
જાથાને પડધરીના ફતેપર, પોરબંદર તેમજ નગરપીપળીયા ગામે ઉલ્કા નિદર્શન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામના લોકો મંત્રમુગ્ધ થયા હતા. સરપંચ શૈલેષભાઇ ગજેરા, નીરજભાઇ ડોબરીયા, અવચરભાઇ મેંદપરા, રવજીભાઇ વસોયા, વલ્લભભાઇ ગજેરા, હિરજીભાઇ ડોબરીયા, પ્રોફે. શાંતિભાઇ રાબડીયા અને તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે અવકાશમાં તા.૩ અને ૪ જાન્યુઆરી મઘ્યરાત્રિથી વહેલી પરોઢ સુધીમાં ક્રમિક ઉલ્કાવર્ષા પડી હતી. શરુઆતમાં આંકડો નહિંવત હતો પરંતુ તા.૩, ૪ જાન્યુઆરીએ રાત્રીના ૧૧-૩૦ વાગ્યથી પ ની વચ્ચે કલાકની ૧પ થી ૬૦ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નિહાળી શકાઇ હતી. જાથાનું રાજય કક્ષાનું આયોજન લોધીકા ના નગરપીપળીયાની વાડીમાં, પોરબંરદ-રાજકોટ બાયપાસ , જામનગર સિકકા રોડ, જુનાગઢ ધોરાજી રોડ, ભાવનગર વરતેજ પાસે અને અમરેલી ચિતલ રોડ પર જાથાના શુભેચ્છકની વાડીએ યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, સૂર્ય તેની પરિક્રમા કરતા ગ્રહો, ધુમકેતુ, ઉલ્કા વિશેની રસપ્રદ માહીતી આપવામાં આવી હતી. ખગોળપ્રેમીઓએ ખુલ્લા આકાશમાં ઉલ્કા વર્ષા મઘ્યરાત્રિ બાદ કલારની ૬૦ જેટલી ઉલ્કા પડતી નજરે જોઇ બાદ તા. ૩ અને ૪ ને મઘ્યરાત્રિ તેમજ પરોઢ સુધી મહત્તમ ઉલ્કા વર્ષા પડતી નિહાળી ખગોળપ્રેમીઓએ અવકાશી ઘટનાનો આનંદ લૂટયો હતો.
ઉલ્કા ના પ્રકાર અંગે પંડયાએ કહ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. ત્યારે તેને મેટીયોર (ઉલ્કા) તરીકે ઓળખાવવામાં આવે છે તે જયારે પૃથ્વી ઉપર પડે છે. ત્યારે તેને ઉલ્કાખંડ (મેટીયોરાઇટ) ના નામે ઓળખવામાં આવે છે. ઉલ્કા પીડે કરેલા ખાડાને ઉલ્કા મુખ (ક્રેટર) તરીકે ઓળખવામાં આવે છે. હજાર વર્ષપહેલા પડેલી મોટી ઉલ્કાના કેટર હજી પણ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલ લોણાર અને અમેરિકાના એરીઝોના રાજયમાં આવેલ ૪ર૦૦ ફુટ પહોળો ઉલ્કામુખ જાણીતા છે. ઉલ્કાખંડના મુખ્યત: ત્રણ પ્રકાર છે. (૧) મેટાલીક કે જેમાં ધાતુ તત્વનું પ્રમાણ વધુ હોય (ર) સ્ટોની જેમાં પથ્થરનું પ્રમાણ વધુ હોય (૩) સેમી મેટાલીક કે જેમાં ધાતુ અને પથ્થર બન્ને પદાર્થોની હાજરી હોય છે.