કન્યા કેળવણી નિધિ ફંડમાં રૂ ૧.૩૯ લાખના ચેક અપાયા
ગરીબોના કલ્યાણ માટેનો જરૂયાતમંદ લોકોને હાથો-હાથ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણી અને ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અધ્યક્ષ બી.એચ.ઘોડાસરાના હસ્તે માર્કેટીંગ યાર્ડ,શનાળા રોડ,મોરબી ખાતે ૨૬૯૮ જરૂરતમંદોને ૧.૦૭ કરોડની સાધન સહાય અપર્ણ કરાઇ હતી.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી જણાવ્યું હતું કે, સરકાર અને વહીવટીતંત્ર તરફથી વચેટીયાઓની નાબૂદી કરીને ગરીબો અને જરૂરતમંદોને સીધે-સીધી સહાય કરવાના મહા અભિયાનનો આપના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તાત્કાલિન મુખ્યમંત્રીએ ૨૦૦૯ માં પ્રાંરભ કર્યો હતો.
લાભાર્થીઓને કોઇ ફોર્મ ન ભરવા પડે અને સરકારી કચેરીઓના ધકકા ખાવા ન પડે તેવા આશયથી સરકારની તમામ યોજનાઓનો લાભ આ જરૂરતમંદોને ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય એનાયત કરવામાં આવે છે. લાભાર્થીઓને તેમની મળતી સહાયથી તેમના પરિવારનું આર્થિક જીવન ધોરણ ઉચું આવે તેવો આશય આ સરકારનો રહેલ છે.
આ ગરીબ કલ્યાણ મેળામાં એ.પી.એમ.સી.-હળવદ,મોરબી સિરામિક એસોસીએશન-મોરબી, કૂળદેવી કંસ્ટ્રકશન-નસીતપરા(ટંકારા),જયદીપ સોલ્ટ વર્કસ-માળીયા(મીં), વરમોરા ગ્રેનાઇટો પ્રા.સી.-વાંકાનેર વગેરે દાતાઓ તરફથી ક્ધયા કેળવણી નિધિમાં કુલ મળી રૂા.૧.૩૯ લાખના ચેકો મંત્રીને અપર્ણ કર્યા હતા..
આ પ્રસંગે પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયા અને પૂર્વ ધારાસભ્ય કાંન્તીભાઇ અમૃતિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.જયારે જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ અંતે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓ એવા જાગૃતિબેન કિરીટભાઇ પરમાર-મોરબી, અનસોયાબેન મેરાભાઇ પિત્રોડા દિનેશભાઇ રવજીભાઇ-હળવદ, જયારે દેશમાં પ્રથમ વખત આયુષ્યમાન ભારતની યોજના દ્વારા ઘુંટણનો સાંધો બદલાવવાના ઓપરેશન કરવામાં આવેલ તેવા જીતુબેન ભુરાભાઇ પરમાર-મોરબીએ ગરીબ કલ્યાણ મેળાથી તેમને થયેલા ફાયદાઓ વર્ણવતા તેમના પ્રતિભાવો રજુ કર્યા હતાં.