રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દોષ વિશુદ્ધિનો પ્રયોગ કરીને હળવા બન્યાં જૂનાગઢના ભાવિકો
આત્મ વિશુદ્ધિની સાધના દ્વારા પવિત્રતા અને પાવનતાનું પ્રાગટ્ય કરીને હજારો હૃદયમાં પાવનતાનુંપ્રાગટ્ય કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે કરવામાં આવેલી દોષ વિશુદ્ધિની આરાધનામાં જોડાઈને જૂનાગઢના ભાવિકોએ આલોચના કરીને આત્મ હળવાશની અનેરી અનુભૂતિ કરી હતી
જૂનાગઢના સનકવાસી જૈન સંઘમાં આયોજિત કરવામાં આવેલાં પ્રવચનના કાર્યક્રમ અર્થે રાષ્ટ્રસંત પૂજ્ય પધારતાં સમસ્ત શ્રી સંઘમાં અનેરાં આનંદ ઉલ્લાસની લહેર સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો પ્રવચન શ્રવણ માટે જોડાઈ ગયાં હતાં.
આ અવસરે અત્યંત રસપ્રદ શૈલીમાં ઉપસ્તિ ભાવિકોને અભિપ્રાય મુક્તિનો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યએ સમજાવ્યું હતું કે, જગતના કોઈપણ પરમ આત્માનો એક કાળો ભૂતકાળ હોઈ શકે છે. અને જગતની કોઈપણ પાપી વ્યક્તિનો પણ એક ઉજળો ભવિષ્યકાળ હોઈ શકે છે. કેમકે સિધ્ધ ભગવાન સિવાય કોઈપણ સારી વ્યક્તિ ક્યારેય કાયમ માટે સારી ની હોતી અને કોઈપણ ખરાબ વ્યક્તિ ક્યારેય કાયમ માટે ખરાબ ની હોતી. માટેજ કોઈપણ વ્યક્તિ માટે મનની અંદર કોઈ છાપ અંકિત કરી લેવી કે કોઈ ઓપિનિયન સેટ કરી લેવો તે એક પ્રકારની ભાવ હિંસા હોય છે. અને ભાવ હિંસાનું પાપ તે દ્રવ્ય હિંસા કરતાં પણ અનેક ગણું વધારે હોય છે.
એ સાથે જ જૈનત્વની સાધનાની પરિભાષા સમજાવતાં કહ્યું હતું કે, સંજોગો તમારાં સ્વભાવને જ્યાં સુધી અસર કરે છે ત્યાં સુધી જૈનત્વ ખીલતું ની પરંતુ સંજોગો જ્યારે સ્વભાવને અસર ની કરતાં તે વાસ્તવિકતામાં જૈનત્વ હોય છે. આપણો સ્વભાવ તે આપણી પાસ્ટ મેમરીનું રિફ્લેક્શન હોય છે અને ભવોભવની મેમરીની નિર્જરા કરવી, સારી કે ખરાબ કોઇપણ મેમરીથી મુક્ત બની જવું તે માનવભવ અને જૈનત્વને ર્સાક કરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય છે. આપણા સ્વભાવ પર સૌી વધારે ઈફેક્ટ મેમરીઝની થતી હોય છે. જ્યારે મેમરીઝની નિર્જરા થવા લાગે છે ત્યારે જૈનત્વ ખીલવા લાગતું હોય છે.પરમાત્માએ મેમરીઝને ડિલીટ કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ તે આલોચના કહ્યું છે.
વિશેષમાં, આ અવસરે રાષ્ટ્રસંત પૂજયે અત્યંત ભાવવાહી શૈલીમાં ભવોભવના પાપોની આલોચના અને દોષવિશુદ્ધિનો પ્રયોગ કરાવતાં ઉપસ્તિ દરેકે દરેક ભાવિકોએ રડતી આંખે, હૃદયના ભાવી સદગુરુ સમક્ષ પોતાની ભૂલો અને પાપોની કાન પકડીને આલોચના કરતાં અદભૂત દ્રશ્યો સર્જાયાં હતાં. ખૂલ્લા હૃદયે નિખાલસ ભાવે પોતાની કબૂલાત કરીને આત્મવિશુદ્ધ કરનારા સેકંડો ભાવિકોએ અનેરા પ્રકારની આત્મ હળવાશની અનુભૂતિ કરવા સો સદગુરુ પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.
જૂનાગઢના ભાવિકોને સંત-સતીજીઓ તેમજ ગુરુ-પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ રાખવાનો હિતકારી બોધ આપીને રાષ્ટ્રસંત પૂજયે પ્રવચન સભાનું સમાપન કર્યું હતું.