૨૦૦૨થી લઈ ૨૦૦૭ સુધીના ગુજરાતમાં થયેલા તમામ એન્કાઉન્ટરોની સુચી જાહેર ન કરવાની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી

ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોની તપાસ માટે બનાવાયેલી કમિટીના રિપોર્ટને સાર્વજનિક નહીં કરવાની ગુજરાત સરકારની અપીલની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કરી છે. ૨૨૧ પેઈજના આ રીપોર્ટને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એચ.એચ.બેદીની દેખરેખમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૨થી લઈ ૨૦૦૭ સુધીના તમામ એન્કાઉન્ટરમાં ૨૨ મોતોની તપાસ યાંચી તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતની ભાજપ સરકારે ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ બાદ ૨૦૦૩થી લઈ ૨૦૧૧ સુધી સોહરાબુદીન શેખ, તુલસીરામ પ્રજાપતિ અને ઈશરત જહાં જેવા કેટલાક એન્કાઉન્ટર કેસોએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા. જોકે લોકસભાની ચુંટણી નજીક હોવાના કારણે સરકારને આ રીપોર્ટ અંગે અકળામણ છે. સરકારના કાઉન્સીલ રજત નાયરે ઘણી વખત આ રીપોર્ટની કોપી યાંચીકા કરતા જાવેદ અખ્તરને નહીં આપવાની અપીલ કરી છે. કારણકે સરકારને ચિંતા છે કે અખ્તરના વકીલ પ્રશાંત ભુષણ કયાંક આ રીપોર્ટને સાર્વજનિક ન કરી દે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એલ.એન.રાવ અને જસ્ટીસ એસ.કે.કોલે નાયરની સુચીને બરતરફ કરી હતી અને જસ્ટીસ બેદીની અધ્યક્ષતામાં તૈયાર થયેલ રીપોર્ટને રાજય સરકાર સાથે પ્રશાંત ભુષણની સાથે બેસીને ચર્ચા કરવાના પણ આદેશો આપ્યા હતા. નાયરે છેલ્લો દાવ રમતા કોર્ટના રીપોર્ટને સાર્વજનિક નહીં કરવાની અપીલ કરી હતી. નાયરે કોર્ટને પ્રશાંત ભુષણના રીપોર્ટને કોઈ અન્ય સાથે અથવા તો સામુહિક કરવા ઉપર રોક લગાવવાના આદેશની અપીલ કરી હતી. જોકે આ અપીલ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.