“ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે” આવું આપણે ઘણા બધા ફિલ્મો અને સિનેમા ઘરોમાં જોતા અને વાંચતાં આવ્યા છીયે .જોકે એમતો તંબાકુના પેકેટમાં પણ લખ્યું હોય છે કે તંબાકુથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે . એમ છતાં બંધાણીઓ તો વ્યસન કરીજ જાણે છે.
સિગરેટોથી લોકો હુક્કાહ તરફ પરિવર્તિત થયા અને હજીતો ફ્લેવર અને ઈ સીગરેટ બંધણીઓના મનમાંથી ઉતર્યું નથી ત્યાતો હર્બલ સીગરેટ આવી ગયું હર્બલ સિગરેટને ટોબેકો ફ્રી સીગરેટ પણ કહવામાં આવે છે.
જેમાં નિકટિન કે ટોબેકોનું પ્રમાણ હોતું નથી , આ પ્રકારની સીગરેટ હર્બલ પ્લાંટમાંથી તૈયાર કરવામાં આવે છે.જોકે ચીનની હર્બલ સિગરેટમાં અમુક પ્રમાણમા ટોબેકો હોય છે .જે લોકો ધૂમ્રપાન નથી કરતાં તેઓ પણ હર્બલ સીગરેટ ફૂકતા નજરે ચડતા હોય છે.
સામાન્ય સિગરેટની સરખામણિએ હર્બલ સીગરેટ ઓછું નુકશાન કરે છે તેવું નિશ્લંતોનું માનવું છે. જોકે મરીજુઆનાને હર્બલ સિગરેટનો પ્રકાર ગણી શકાય છે. હર્બલ સિગરેટની શરૂઆત 1970 મ થઇ હતી , પરંતુ 1990 થી આ પ્રકારની સિગરેટને લોકો ઓડખતા થયા સૌથી વધુ ચીનમાં હર્બલ સિગરેટનું ઉત્પાદન અને વેચાણ થાય છે.
તમને જાણીને આશ્ચર્ય થસે પણ લવિંગ અને બાડીયા જેવા મસાલા માઠી પણ સિગરેટના રોલ બનાવવામાં આવે છે , બાકી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તો એકજ ગીત પ્રખ્યાત છે …. એ વાડિરે માયલો લીલો લીલો ગાંજો …..