શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો‚મ કામદાર કારમાં ઉપલબ્ધ અવનવા ફિચર્સ વાળી તુફાની કારની નવી રેડ એડીસન યંગસ્ટરનું મન મોહશે
શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો ‚મ કામદાર કારઝમાં રેનોલ્ટ ડસ્ટર કારનું ભવ્ય લોન્ચીંગ ઠાકરશીભાઈ મોનપરાનાં હસ્તે કરવામાં આવ્યું હતુ રેનોલ્ટ ડસ્ટર કારના અવનવા ફિચર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રેનોલ્ટ ડસ્ટર કારનાં ફિચર્સ અંગે માહિતી આપતા એરીયા જનરલ મેનેજર ઋષીકેશ કોલારકરે જણાવ્યું હતુ કે આ કાર સીવીટી એન્જીનની સાથે ફૂલ્લી ઓટોમેટીક છે.
વધુમાં ક્ધટીન્યુઅસ વેરીએબલ ટ્રાન્સમીશન હોવાથી કાર સંપૂર્ણ રીતે સ્મુથ ચાલે છે અને કારમાં બેઠેલા વ્યકિતને જટકાનો અનુભવ થતો નથી. ડસ્ટર કારને નવો લુક આપવામાં આવ્યો છે. અને ‘રેડ’ કલરમાં કારની ડીઝાઈન અને ઈન્ટીરીયલ બનાવવામાં આવ્યું છે. કારમાં કલચ અને ગીયર નથી જેથી કાર શહેરનાં ટ્રાફીકમાં સારી રીતે ચલાવી શકાય છે. કારને બોલ્ડ લુક આપવામાં આવ્યો છે. ફૂટ સ્પેસ પણ વધુ આપવામાં આવી છે. કારમાં સીટીંગ અરેજમેન્ટ ૪+૧નું આપવામાં આવ્યું છે.જે જૂની ડસ્ટર કરતા વધુ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ડસ્ટર એક તુફાની કાર તરીકે ઓળખાતી કાર છે. આ તુફાની કાર તમામ લોકો ચલાવી શકશે કારણ કે આ ફૂલ્લી ઓટોમેટીક કાર છે. ખાસ કરીને આ કાર મહિલાઓ સહેલાઈથી ચલાવી શકશે. માઈલેજની બાબતે પણ આ કાર ચડીયાતી છે. રેડ ડસ્ટર કાર યંગસ્ટરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.