ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના પૂર્વ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજકોટ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ સ્થિતિ સરદાર સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ લાયબ્રેરી ખાતે કોર્નર’ની સપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનનો આ પ્રેરક પ્રયાસ છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી આનું સવિશેષ મહત્વ છે.
ભારત સરકારનાં ખાદી ગ્રામોદ્યાગ કમિશનનાં પૂર્વ-અધ્યક્ષ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને સરદાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજકોટ શહેરનાં સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સરદાર સ્મારક ટ્રસ્ટનાં મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી, કૌશિકભાઈ મહેતા, રાજ બેંકના કમલભાઈ ધામી, રાષ્ટ્રીયશાળાનાં જયંતીભાઈ કાલરીયા અને જીતુભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં વલ્લભભાઈ લાખાણી, દિપેશભાઈ બક્ષી અને પરાગભાઈ ત્રિવેદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં ગોવિંદસંગભાઈ ડાભી, શિક્ષણવિદ્ મુનાફભાઈ નાગાણી, જી.ટી. શેઠ લાયબ્રેરીનાં ગ્રંપાલ કોમલબેન વૈષ્ણવ, નેશનલ યુથ પ્રોજેક્ટનાં રાજેશભાઈ ભાતેલીયા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા (અમદાવાદ), વાલજીભાઈ પિત્રોડા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને ઉપસ્તિ રહ્યાં હતાં.
દેવેન્દ્રભાઈ દેસાઈએ સરદાર સાહેબનાં સૌરાષ્ટ્ર સાથેનાં સંભારણાંનું સ્મરણ કરીને ભાવાંજલિ આપી હતી. પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીનું ‘લાઈન-બોય તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે તેમ સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું. ડો. અલ્પનાબેન ત્રિવેદીએ કાર્યક્ર્મનું સંચાલન કરતાં સરદાર સ્મારક ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. પિનાકી મેઘાણીએ રાજકોટ શહેર પોલીસ અને સરદાર સ્મારક ટ્રસ્ટનો હ્રદયી આભાર માન્યો હતો. સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ખાદી અને સહકારી ક્ષેત્રનાં અગ્રણી દેવેન્દ્રભાઈ દેસાઈ અને પિનાકી મેઘાણીનું અભિવાદન કરાયું હતું.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુક્ત પોલીસ કમિશ્નર
સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ) અને સમસ્ત રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો. આકર્ષક કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય વાલજીભાઈ પિત્રોડા વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.