આગામી અનેકવિધ કાર્યક્રમો અંગે રુપરેખા ઘડી કઢાઇ
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા ભાજપના અઘ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અઘ્યક્ષતામાં યુવા ભાજપની પ્રદેશ ટીમ, હોદેદારો, જીલ્લાના પ્રભારી, જીલ્લા પ્રમુખોની એક બેઠક મળી હતી. જેમાં લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમો ઘડી કઢાયા હતા.
જે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને યુવા મોરચાના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉ૫ાઘ્યાયની ઉ૫સ્થિતિમાં તેમજ યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા નેહલ શુકલ અને ફાલ્ગુનભાઇ ઉપાઘ્યાયે આગામી કાર્યક્રમો જેવા કે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નીમીતે તેમની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવી.
દરેક શાળાઓમાં નેશન વિથ નમો નિબંધ સ્પર્ધા કાર્યક્રમ પાટીની વિચારધારા સાથે નવા યુવાનો ને જોડવા નેશન વિથ વોલન્ટીયર પ્રોગ્રામ તેમજ કોલેજ કેમ્પસમાં યુથ યુવા આઇકોન નેટવર્ક કેમ્પસ એમ્બેસેડર નેટવર્ક, પહેલા વોટ મોદી કો સંકલ્પ અભિયાન, કાર્યક્રમો મકરસંક્રાતિ દરમ્યાન સેવા વસ્તીઓમાં પતંગ વિતરણ કાર્યક્રમ તેમજ નહેરુ યુવા કેન્દ્વ દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમોમાં યુવા મોરચા દ્વારા સકિય રીતે જોડાવું. ખાટલા બેઠકોમાં યુવા મોરચાના મોરચાના કાર્યકર્તાઓને જોડવા વિશે વિષદ માર્ગદર્શન પુરુ પાડયું હતું.