સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની આંબોલી પંચાયતના સામુદાયિક ભવનમાં કલેકટર કન્નન ગોપીનાથનના માર્ગદર્શનમાં ઉપનિવાસી સમાહર્તા નિલેશ ગુરવ અને મામલતદાર કાર્યાલય, સર્વે બંદોબસ્ત કાર્યાલય તેમજ ખાદ્ય અને આપુર્તી વિભાગ અંતર્ગત શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ૭/૧૨ની નકલ, ૬ અની નકલ, ૮ અની નકલ, વયનું પ્રમાણપત્ર, જમીન વારસાઈ, જાતી પ્રમાણપત્ર, ડોમીસાઈલ પ્રમાણપત્ર અને નકશાનું પ્રમાણપત્રની નકલ, જમીન માપણીની અરજી, નવા રેશનકાર્ડનું આવેદનપત્ર, રેશનકાર્ડમાં નામ દાખલ કરવાનું આવેદનપત્ર, આધારકાર્ડનું આવેદનપત્ર, વૃદ્ધ, વિધવા પેન્શનનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું અને તેનો નિકાલ પણ કરવામાં આવ્યો. મામલતદાર કાર્યાલય ખાનવેલ દ્વારા જાતિ, ડો.મિસાઈલના પ્રિ સર્ટીફીકેટ ત્રણ મહિનાથી વિતરણ કરાય છે. જેનું આંબોલીમાં પણ વિતરણ કરાયું છે. આ કાર્યક્રમમાં આંબોલી પંચાયતના જિલ્લા સભ્ય સત્યાભાઈ એમ.ઘોઘડ, સરપંચ પ્રવિણ અર્જુન ગોરત તથા ગ્રામ પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.