‘કોઈને હું વહેમ દેખાઉ છું, કોઈને હું પ્રેમ દેખાઉ છું’
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અમૃત ઘાયલની પુણ્યતિથી તથા સાહિત્ય સરિતા મુંબઈ, પરિવર્તન પુસ્તકાલય કાંદિવલી, એમઈઈટી ઈન્ડિયા ફાઉન્ડેશન અને ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રોટરી ભવન ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાસ્કર ભટ્ટ, નરેશ સોલંકી, સતિષચંદ્ર વ્યાસ, દિપક ત્રિવેદી, હર્ષિકા ત્રિવેદી સહિતના કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
નઅબતકથ સાથેની વાતચીત દરમિયાન કવિ ભાસ્કર ભટ્ટે કહ્યું હતું કે, લોકો એવું કહે છે કે સાહિત્ય લુપ્ત થઈ રહ્યું છે પરંતુ સાહિત્યને ઉજાગર રાખવા માટે દરેક વ્યક્તિએ પ્રયાસ કરવા જોઈએ. જેના ભાગરૂપે આ કવિ સંમેલનનું અદ્ભૂત આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર સરાહનીય છે.
કવિ નરેશ સોલંકીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કવિને લઈને લોકોની કેટલીક માનસિકતા છે કે, કવિતા લખીને એક માણસ શું કરી લેશે, પરંતુ કવિ બનીને પણ શુટ-બુટમાં ફરી શકાય. તેના માટે કવિતામાં મર્મ હોવો જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ હાલ પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ તેનો મુખ્ય રસ સાહિત્યમાં છે.ફૂલછાબના નરેન્દ્ર ઝીબાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં યુવા પેઢીને ગેરમાર્ગે થતી રોકવા જરૂરી છે. ખાસ તો યુવાનોને સાહિત્યપ્રત્યે રસ કેળવાય તેવા પ્રયત્નો અવિરત કરવા જોઈએ. માટે જ અમે કવિ સંમેલનનું આયોજન કર્યું છે. રાજકોટના વતની કવી નઘાયલથની યાદમાં સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.