એ…લપેટ…
ઢીલ દે દે દેરે ભૈયા ઈસ પતંગ કો ઢીલ દે…. બાળકોથી લઈ વડીલોનો પ્રિય તહેવાર એવા ઉતરાયણને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરનાં ઉત્સવ પ્રેમીઓમાં અનેરો આનંદ છવાયો છે.જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે. તેમ તેમ પતંગ-દોરા, બજારો ધીમેધીમે ધમધમવા લાગી છે.જોકે બાળકો તો દિવસો અગાઉથી રજાના દિવસોમાં પતંગ ઉડાવી આનંદ માણી રહ્યા છે. પરંતુ મકરસંક્રાંતીએ પતંગ ઉડાવવાનું મહત્વ સ્વાસ્થ્યની કાળજી માટે ઘણુ વધારે છે. આ દિવસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરતો હોય જે તન મનમાં તાજગી સ્ફૂરે છે.
આ દિવસે દાન-પૂણ્યનું મહત્વ ઘણુ વધારે છે. લોકો ખાસ કરીને ગાયોની પાંજરાપોળ માટે દાનની સરવાણી વહાવે છે. પતંગ દોરા, તુકકલ તેમજ સ્વાસ્થ્ય વર્ધક ખાધવસ્તુ ખરીદવા આગામી શનિ-રવિએ બજારો ઉભરાશે. આ દિવસે લોકો ઉંધીયુ, જલેબી, ચીકી, મમરાના લાડુ, જીંજરા, જામફળ, શેરડી, બોર વગેરે આરોગી અનેરો આનંદ લૂંટશેમકર સંક્રાંતીએ અગાસી પરથી પડવાના બનાવો વધતા જતા હોય ત્યારે લોકોને ખાસ કરીને પતંગ ન લૂંટવા જણાવાયું છે. તેમ છતા બાળકો- યુવાઓ લૂંટેલી પતંગ ચગાવી વધુ મજા કરે છે.
અમદાવાદવાસીઓ સૌથી વધુ પતંગ ઉડાડવાનો શોખ ધરાવતા હોય ત્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ પહોચી જઈ પોળોના મકાન ભાડે રાખીને પણ આનંદ લૂંટે છે.
ટેરેસ પર સ્પીકર ગોઠવી પતંગની સાથોસાથ ગીતો, ગરબા, ગૂંજે છે. આ દિવસે સૌથી વધુ મહત્વપૂર્ણ કામગીરી કરતો હોય તો તે છે પશુ-પક્ષીઓની હત્યા અટકાવતી સંસ્થા રાજકોટમાં ખાસ કરીને એનીમલ હેલ્પલાઈન દ્વારા પર્વના દિવસો અગાઉ આ અંગે જાગૃતિ અભિયાનો ચલાવાઈ છે. તેમજ જીવદયાપ્રેમીઓને ખાસ કરીને ચાઈનીઝ તુકકલ-દોરા ન ચગાવવા અનુરોધ કરાઈ છે. પતંગ અને તુકકલ ચગાવવા કોઈ રોક હોતી નથી પરંતુ દરેકે તુકકલથી મોટા આગના બનાવો ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કાઈપો છે… પતંગ માર્કેટ ગરમ
મકરસંક્રાંતિ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટની માર્કેટમાં પતંગ દોરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણીનો રંગ પતંગને પણ લાગી ગયો છે. આ વર્ષે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના પતંગો ઓન ડિમાન્ડ છે. આ ઉપરાંત ગુજરાતની છબીને દેશ દુનિયામાં ઉજાગર કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગ તેમજા ભાજપના કમળ અને કોંગ્રેસના પંજાના નિશાન વાળા પતંગ પણ આ વર્ષે ખૂબજ ડિમાન્ડમા છે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ, સલમાન દિપીકા, રણવીર,પ્રિયંકાના પતંગો પણ ધૂમ મચાવી રહ્યા છે.
આ અંગે વધુ જણાવતા જે.કે. સિઝન સ્ટોર ના મહેન્દ્રભાઈ કહે છેકે ‘અમારે ત્યા દરેક જાતની પતંગનું વેચાણ થાય છે. આ વર્ષે એક કોડી પતંગનાંનો ભાવ ૨૦૦થી માંડી એક હજાર રૂપીયા સુધીની છે.અમારે ફૂલ સાઈઝની ૮ ફૂટના એક પતંગ મળે છે. આ ઉપરાંત અમારે ત્યા આંખે દાર, ચાંદા વાળી, અને સફેદ પતંગો પણ મળે છે.
આ સાથે બાળકોની ફેવરીટ કાર્ટુંન પતંગો પ્લાસ્ટીકના નાના પતંગ પણ હાલ ઓન ડિમાન્ડ છે.
આ સાથે જ દોરીના બજારમાં પણ સારી આવક છે. અત્યારે રાજકોટની માર્કેટમાં નવતારની દોરી, ૧૨ તારની અને ૬ તારની દોરીની ભારે ડિમાન્ડ છે. આ અંગે વધુ જણાવતા અનવર અલી કહે છેકે નવતારની અને છતારની દોરી ખેંચની દોરી છે. તેનો ભાવ ૧૩૦ થી લઈ ૧૬૦ સુધીનો છે. જયારે ૧૨ તારની દોરી ઢીલની દોરી છે. અને તેનો ભાવ ૨૦૦થી માંડી ૨૪૦ રૂપીયા સુધીનો છે. ગત વર્ષ કરતા આ વર્ષે દોરીના ભાવમાં નહીવત વધારો છે. પરંતુ અત્યારે નવતાર અને છ તારની દોરીની વધુ માંગ છે.
સૂર્યનારાયણ સાંજે મકર રાશિમાં પ્રવેશ કરતા ૧૫મીએ દાન પૂણ્ય કરવું શ્રેષ્ઠ
મકરસંક્રાંતી સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ વિક્રમ સંવત ૨૦૭૫ ૧૪ જાન્યુ.એ સાંજના સમયે સૂર્ય ૭.૫૦ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેને કારણે ૧૫ જાન્યુ. મંગળવારનાં રોજ દાન પૂણ્ય કરવાનું રહેશે. ભારતમાં આ દિવસને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. જેમકે આંધ્ર પ્રદેશ, કેરલ અને કર્ણાટકમાં સંક્રાંત તરીકે, તમિલનાડુમાં પોગલ પર્વ, પંજાબ હરિયાણામાં નવા પાકનું સ્વાગત કરાય છે. અને લોહરી પર્વ ઉજવાય છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.
આ વર્ષે સફેદ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.જેમાં ખાસ કરી દૂધ અને ખાંડના ભાવ વધી શકે છે. આ ઉપરાંત બાળકોની તંદુરસ્તીનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.
મકરસંક્રાંતીના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરી શકાય જેમાં ખાવામાં, નાહવામાં, યજ્ઞ આહુતીમાં, તલનું દાન, તલવાળુ પાણી પીવું, પિતૃતર્પણ અને સૂર્યને અર્ધ્ય આપવું અનેક ઘણુ ફળદાયી નિવડશે.
મહત્વનું છે કે ધન રાશિનો સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેની અસર અન્ય રાશિઓ ઉપર પણ થશે.
જેમાં ખાસ કરીને મેઈ મિથુન, વૃષિકના જાતકો એ ચણાની દાળ, પિતળનું વાસણ , પીળા કાપડનું દાન કરવાનું ફળદાયી રહેશે.
જયારે વૃષભ, કન્યા , મકરના જાતકોએ કાળા તલ, કાળુ વસ્ત્ર, સ્ટીલના વાસણનું દાન કરવું.
કર્ક, તુલા, કુંભ: ઘઉંનું દાન, ગોળ, લાલ વસ્ત્રનું દાન, તાંબાની વસ્તુનું દાન કરવું.
સિંહ, ધન, મીન: સફેદ તલ, સફેદ ડિઝાઈન વાળુ કાપડ, ચાંદીનું દાન, ઘી અને ખાંડનું દાન કરુવં ઉતમ છે.
૧૪ જાન્યુઆરીની જગ્યાએ ૧૫ જાન્યુઆરી સવારે ૭.૨૯ થી સાંજના ૬.૨૪ સુધી દાન પૂણ્ય કરવું ફળદાયી રહેશે. આ ઉપરાંત ગાયોને ઘાસચારો આપવો પણ ફળદાયી નિવડશે.
શાસ્ત્રી રાજદીપ જોષી
શનિ-રવિ-સોમ ત્રણ દિવસની સળંગ રજાથી આનંદ બેવડાશે
પતંગ રસિકો માટે આ વર્ષે મકરસંક્રાંતી સળંગ ત્રણથી ચાર દિવસની રજા લઈને આવે છે. શનિવાર, રવિ, સોમ આ ત્રણે દિવસ રજાનો માહોલ હોવાથી પતંગ રસિકો શનિવારથી જ પતંગબાજી કરી શકશે. આ ઉપરાંત જે લોકોને પતંગનો શોખ નથી કે પછી બે ત્રણ દિવસની નાની ટુર પર જવા ઈચ્છે છે તે લોકો માટે આ ટાઈમ ખૂબજ ઉપયોગી નિવડશે.
સૌરાષ્ટ્રના લોકો આ ત્રણ દિવસ દરમિયાન કચ્છનો પ્રવાસ કરવાનું વદુ પસંદ કરે છે. આ ઉપરાંત નાના-મોટા શહેરોમાં પતંગને લઈ અવર જવર કરવાનું યુવાનો વધારે પસંદ કરે છે. આ સાથે બે ત્રણ દિવસના નાના પ્રવાસનો પણ આનંદ માણી શકાશે.
જીંજરા, શેરડીની મજાપણ ભાવ બહુ મોંઘા
ઉતરાયણે ધાબા ઉપર માત્ર પતંગ ચગાવવાની જ મજા નથી પરંતુ સાથે સાથે લોકો આખોદિવસ જીંજરા, શેરડી, ખજૂર, જામફળ, બોરનો લુફત ઉઠાવે છે. તો બપોરે ખાસ કરીને ઉંધીયાની મજા કંઈક ઓર છે. સાંજ પડતા જ લોકો ડીનર લેવા રેસ્ટોરન્ટ, હોટેલોમાં પહોચી જઈ ઢોસા, પંજાબી, પાઉભાજી, ચાઈનીઝ આરોગે છે.
આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હોય શિયાળુ પાક જીંજરા, શેરડીના ભાવ વધુ રહેશે જેથી પ્રમાણમાં ખરીદી પણ ઓછી થવાની શકયતા છે. ફળોની સાથે તલ દાળીયા -સીંગ-ડ્રાયફૂટની ચીકી, મમરાના લાડુ વગેરેની ડિમાન્ડ ઓન રહેશે
રોણા શેરમાં…નાચો ભાઈ નાચો… જેવા ગુજરાતી ગીતો પણ મચાવશે ધૂમ
સંક્રાંતનો માહોલ હોય પતંગના પેચ લાગ્યા હોય અને છત ગીતોથી ગૂજતી ન હોય તેવું તો બને જ નહી આ વર્ષે રાજકોટવાસીઓની છત નવા જૂના અને ગુજરાતી સોન્ગસથી ગૂંજી ઉઠશે. જેમાં ખાસ કરીને તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ સિમ્બાનું ગીત સીમ્બા આલા સિમ્બા અને ગુજરાતી ફોક સોન્ગ સ્નાઓ…
ભાઈનાઓ ભોળીનાય આયો ખૂબજ ડિમાન્ડમાં રહેશે. આ ઉપરાંત