ગુજરાતના સૌથી મોટી પ્રોપર્ટી એકસ્પોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદધાટન
રિયલ એસ્ટેટ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે શેઠ બિલ્ડર્સને એવોર્ડ અપાયા
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા ત્રિપલ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટરનાં પ્રોપર્ટી એકસ્પોને ભવ્ય પ્રતિસાદ
પ્રોપર્ટી એકસ્પોમાં શમીત શેટ્ટી, રવિના ટંડન સહીતના કલાકારોનું શાનદાર પ્રદર્શન
૩ લાખ સ્કવેર ફુટની વિશાળ જગ્યામાં ર૪૦ થી વધુ સ્ટોલ
રાજકોટમાં યોજાયેલ ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસના ચાર દિવસીય આયોજનમાં બે લાખથી વધુ લોકો ઉમટયા હતા. મનગમતા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરતા પ્રોપર્ટી એકસ્પોમાં ઓફિસ અને ઘર સજાવટ માટેની વસ્તુઓમાં લોકોએ વધુ રસ દાખવ્યો હતો. રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ, બંગ્લોઝ સ્કીમ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, બેસ્ટ સ્ટોલ સહિત વિવિધ કેટેગરીમાં એવોર્ડઝ પણ અપાયા હતા.
ગુજરાતમાં યોજાયેલ આ ભવ્ય પ્રોપર્ટી એકસ્પોને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રોપર્ટી એકસ્પોમાં વિવિધ કેટેગરી મુજબ હરીદ્વાર હેવન, ડેકોરા હીલ્સ, વીગસર ગાર્ડન, એટલાન્ટા પંપ, નક્ષત્ર આર્ટ, લાડાણી એસોસીએટસ, ઓમ માર્બલ્સ સહિતના સ્ટોલને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રીયલ એસ્ટેટ તેમજ ઘર સજાવટ સાથે જોડાયેલા ઉધોગકારોએ બહોળી સંખ્યામાં આ એકસ્પોનો લાભ લીધો હતો. ચાર દિવસીય એકસ્પોમાં ૨૫૦થી વધુ વિવિધ કેટેગરીમાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા તો રાત્રે રંગારંગ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારોએ રાજકોટવાસીઓને મંત્રમુગ્ધ પણ કર્યા હતા.
ત્રિપલ આઈડી તેમજ ક્રેડાઈ રાજકોટ બિલ્ડીંગ એસોસીએશન દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પો શો-કેસમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો ઉમટયા હતા. ઉલ્લેખનીય છે કે, એકસ્પોનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન શહેરી શ્રેષ્ઠીઓએ પણ પ્રોપર્ટી એકસ્પોનો લાભ ચુકયો ન હતો.