ગરમીમાં ખાસ તકેદારી રાખવા તંત્રની સુચના
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોતર વધી રહ્યો છે. આજે રાજ્યમાં સૌી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું. ગરમીના કારણે ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં રાજ્યમાં ૭,૭૧૯ લોકો હિટવેવની ઝપટે ચઢ્યા હતા. જેમાં અમદાવાદમાં જ ૧,૭૮૯ લોકોને ૧૦૮ની મદદી સારવાર આપાવની ફરજ પડી હતી.
નોંધપાત્ર છેકે ગત એપ્રિલ માસમાં અમદાવાદમાં ૪,૬૪૯ લોકો અને રાજ્યભરમાં ૧૯,૩૫૬ લોકોને હિટવેવની અસર વા પામી છે.
જેમાં અસહ્ય ગરમીના કારણે ચક્કર આવવા અને મૂર્છીત ઇને ઢળી પડવાના જ કુલ ૪,૯૦૯ કેસો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં જ ૫૨૪ લોકો ગરમીના કારણે મૂર્છીત ઇ ગયા હોવાનું સામે આવ્યું છે. સવારે ૮ વાગ્યાી જ દેહ દઝાડતી ગરમી પડતી હોવાી દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
જેમાં પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે. ગરમી ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ જારી કરી દેવામાં આવી છે.હજુ આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા જોવાઇ રહી છે.