હજારો લેઉવા પાટીદાર ર૦મીએ રાજકોટથી પદયાત્રા કરી ર૧મીએ ખોડલધામ પહોંચશે પદયાત્રામાં જોડાવા માટે મો. ૭૪૦૫૪ ૬૯૨૩૯ પર આપનું નામ નોંધાવવા અનુરોધ
સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નીમીતે લાખોની સંખ્યામાં ભાવિકોમાં ખોડલના દર્શનાથે ઉમટી પડે છે. ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ર૧-૧ નો અનેરો અવસર આવી રહ્યો છે. એ નિમિતે ખોડલધામ વિઘાર્થી સમીતીએ રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદીરનો વિચાર લેઉવા પટેલ સમાજના હ્રદયસમ્રાટ નરેશભાઇ પટેલને આવ્યો હતો. આ વિચારની શરુઆત શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦ થી થઇ હતી. ત્યારબાદ મંદીર માટે કાગવડ ખાતે જમીનની પસંદગી કરવામાં આવી હતી અને મંદીરનું બાંધકામ શરુ થયું જયારે આ બાંધકામ ચાલુ રહ્યું હતું તે દરમ્યાન આ પાવન ધરતી પર મંદીરની શીલાન્યાસ વિધી, શીલાપુજન, કૃષીમેળો, ખેલ મહોત્સવ, સમુહ લગ્ન અને ત્યારબાદ ૨૧-૧-૨૦૧૭ ના રોજ ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ઐતિહાસિક કાર્યક્રમો ઉજવાયા હતા.
આગામી ર૦મીએ પદયાત્રા દરમ્યાન નવરાત્રીના પ્રસંગ નથી પરંતુ લેઉવા પટેલ સમાજના ઇતિહાસમાં કંડારાયેલ તા. ર૧-૧ નો પ્રસંગ આવી રહ્યો છે. તા. ર૧-૧ એ સમગ્ર વિશ્ર્વમાં વસતા લેઉવા પટેલ સમાજ માટે મહત્વની તારીખ બની રહી છે. તે નિમિતે ખોડલધામની યુવા પાંખ એટલે કે શ્રી ખોડલધામ વિઘાર્થી સમીતી દ્વારા રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પદયાત્રામાં જોડાવા માટે અત્યારથી જ જ્ઞાતિજનો ભરપુર ઉત્સાહ સાથે પોતાના નામ નોંધાવી રહ્યા છે.પદયાત્રા તા. ર૦-૧-૨૦૧૯ (રવિવાર) ના રોજ સવારે ૭ વાગ્યે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર ખાતેથી પ્રસ્થાન થઇ ૨૧-૧-૨૦૧૯ (સોમવાર) ના રોજ વહેલી સવારે શ્રી ખોડલધામ ખાતે પહોંચશે. સમગ્ર પદયાત્રાનું આયોજન અને વ્યવસ્થા નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે.
પદયાત્રાને ઘ્યાને લઇ સમગ્ર રુટ પર સ્વયસેવકો સહીત ફુડ તેમજ મેડીકલ સહીતની વ્યવસ્થા ખોડલધામ વિઘાર્થી સમીતી દ્વારા કરવામાં આવી છે. આ પદયાત્રાના આયોજનમાં ખોડલધામ મહીલા સમીતીનો પણ મહત્વનો સહકાર મળી રહ્યો છે. સમાજના વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાઇ તેવો અનુરોધ શ્રી ખોડલધામ વિઘાર્થી સમીતી દ્વારા કરવામાં આવ્યો છે. આ પદાયાત્રામાં જોડાવા માટે મો. ૭૪૦૫૪ ૬૮૨૩૯ પર આપનું નામ નોંધવવા સંપર્ક કરવો.