કોંગ્રેસના “ચાવવાનાં અને બતાડવાનાં જુદા છે, એટલે કોંગી શાસિત રાજ્યોમાં આવી જોગવાઇની ક્યારેય અમલવારી ન કરનાર કોંગ્રેસને આ નિર્ણયી પેટમાં ચૂંકે તે સ્વભાવિક છે : જાડેજા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રમાં અનામતની જાહેરાત કરવામાં આવી તેને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ પ્રદેશ ભાજપા સંગઠન વતી આવકારતા ઐતિહાસિક નિર્ણય ગણાવતા ઉપરોક્ત જાહેરાત માટે કેન્દ્રની એનડીએ-ભાજપા સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.સમાજના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અધિકારોને અબાધિત રાખીને બિનઅનામત વર્ગ માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણમાં અનામતની જે જાહેરાત કરવામાં આવી તે ભાજપાની સમાજના તમામ વર્ગોની આશા- આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પ્રજા કલ્યાણકારી રાજનીતિના પ્રતિઘોષ સમાન છે તેમ આઇ.કે જાડેજાએ જણાવ્યું હતું.
સને ૨૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની કેન્દ્ર સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી એ જનધન યોજના હોય કે ઉજ્જવલા યોજના હોય, સ્ટાર્ટ અપ હોય કે સ્ટેન્ડ અપ યોજના હોય, પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના હોય કે ગરીબ વર્ગ માટે સૌભાગ્ય યોજના હોય – સમાજના તમામ વર્ગોને તેમના સામાજિક, ર્આકિ ઉતન માટે કોઈપણ પ્રકારના ભેદભાવ ભરી રાજનીતિ સિવાય સૌના સાથ સૌના વિકાસના મૂળમંત્રને કેન્દ્રવર્તી રાખીને ભાજપા સરકારે પ્રજાની સેવા કરવાની સકારાત્મક રાજનીતિ કરી છે અને આજની આ જાહેરાત તેના અનુસંધાનમાં જ બિનઅનામત વર્ગની આશા-આકાંક્ષાઓ આધારિત થયેલ છે અને પ્રદેશ ભાજપા સંગઠન આ ઐતિહાસિક નિર્ણય હદયપૂર્વક આવકારે છે.