શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાના કોઈપણ ખેડુત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ.૫૦૦૦૦ તેમના વારસદારને ચુકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે.તાજેતરમાં કુંકાવાવ, વડીયા તાલુકાના જંગર ગામના ખેડુત ખાતેદાર કનુભાઈ રવજીભાઈ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતા ખેડુત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણી ને રૂ. પચ્ચાસ હજાર બજાર સમિતિ તરફથી રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજયકક્ષાના માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ, બજાર સમિતિના ચેરમેન કાંતીભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડીરેકટર્સ પરશોતમભાઈ કુંનડીયા, ગોરધનભાઈ કાનાણી ધીરૂભાઈ વસાણી તથા જંગર મંડળીના પ્રમુખ ભગવાનભાઈ મોવલીયા ગામના આગેવાનો હાજર રહી અકસ્માતથી મૃત્યુ પામનાર ખેડુતના ઘરે જઈ તેના પરિવારને ચેક અર્પણ કર્યો હતો
Trending
- કોંગોમાં ગંભીર મેલેરિયા તરીકે જોવા મળ્યો અજાણ્યો રોગ, જાણો કેમ દેખાય છે આટલો અલગ
- સુરત : બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન
- ચીને કૈલાશ માન સરોવર, નદીઓ અને સરહદ વેપારને લઈને સંધિ સાધી!!!
- વાર્ષિક 24%ના દરે આગામી 5 વર્ષ ભારત પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે!!!
- બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું
- CM ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો
- જામજોધપુર નજીક બાયપાસ રોડ પર બાઈક અને આઇસર ટ્રક વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મો*ત
- Surat: સુવાલી બીચ ફેસ્ટિવલમાં 26 સ્થળેથી દોડશે સિટી બસ