ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ પ્રણામી મંદિર ખાતે સેવા પુજા કરતા સાઘ્વીના ઘેર ૪ અજાણ્યા લુંટારુઓએ લાકડાના ધોકા અને લાકડીઓ વડે માર મારીને સોના-ચાંદીના દાગીના લુંટી ગયા અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ કરતા સાઘ્વી અમૃતામાતાજી ગુરુ ધર્મદાસજી શર્મા ઉ.વ.૭૧એ પોતાની ફરિયાદમાં ૪ અજાણ્યા બુકાનીધારીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લાકડાના ધોકાઓ વડે મુંઢ માર મારી અને રમહેદ સીતાબેનને લાકડી વડે મારમારી ઢીકાપાટાનો મારમારી ફરિયાદીએ પહેરેલ સોનાનું પાટલું કિ.૨૦,૦૦૦ તથા કાંડા ઘડીયાળ નંગ-૧ કિ.રૂ.૫૦૦, ચાંદીની પાયલ કિ.રૂ.૩૦૦૦ તથા સોનાની બુટી કિ.રૂ .૭૦૦૦, નોકીયા મોબાઈલ કિ.૫૪૦ તેમજ રોકડ રૂ.૧૫૦૦૦ મળી ૫૩,૩૦૦ના મુદામાલની લુંટ અંગે ફરિયાદ કરતા પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૪૫૨, ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી ડોગસ્કોટ અને ફિગરપ્રિન્ટ એકસ્પો સહિતની એજન્સીઓએ તપાસ હાથધરી છે. આ બનાવ અંગે પી.એસ.આઈ જે.બી.મીઠાપરા તપાસ ચલાવી રહેલ છે. ધોરાજીમાં લુંટ, ચોરીઓના બનાવો વધતા શહેરમાં સીસીટીવી કેમેરાઓ ફીટ કરવા જોઈએ એવી નાગરીકોની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.