આંદોલન છતાં સરકાર પાટીદાર સમાજનું સાંભળતી ન હોવાથી કોંગ્રેસના રજૂઆત કરવી જરૂરી હોવાનો હાર્દિક પટેલનો મત
સમગ્ર રાજયને ખળભળાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના નેતા અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલે આજે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સો યેલી ચર્ચા મુદ્દે વિવાદો અંગે જણાવ્યું હતું કે, ઘણા સમયી આંદોલન ચાલતુ હોવા છતાં સરકાર પાટીદાર સમાજનું સાંભળતી ન હોવાી કોંગ્રેસને રજૂઆત કરવી જ‚રી હતી.
તેણે કહ્યું હતું કે, હાલ ભાજપ ભુત છે જયારે કોંગ્રેસ પલીત સમાન છે. સરકાર આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ પાટીદાર અનામત આંદોલાનના નેતા હાર્દિક પટેલે કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જો જ‚ર પડશે તો તેઓ ભાજપને મળવા પણ તૈયાર છે. હાલ કોંગ્રેસ સો વાટાઘાટો બાદ પાસમાં તકરાર ઈ હોવા મામલે તેમણે કહ્યું હતું કે, રેશમા પટેલ કાયમ પાસમાં હોય તે જ‚રી ની. તેમણે ઉમેર્યું હતું કે, લાંબા સમયી આંદોલન ચાલતુ હોવા છતાં પણ સરકાર સમાજનું સાંભળતી ની. જેના કારણે કોંગ્રેસને રજૂઆત કરવી જ‚રી હતી. અલબત તેમણે એમ પણ કહ્યું હતું કે, જો સમાજના હિત માટે જ‚ર પડશે તો ભાજપને મળવા પણ તૈયાર છે. તેમણે ભાજપને ભુત અને કોંગ્રેસને પલીત સો સરખાવ્યા હતા. કોંગ્રેસ સોની મુલાકાત બાદ તેણે પ્રશ્ર્ન કર્યો હતો કે, કોંગ્રેસને મળવામાં શું વાંધો છે. સરકાર આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે.