પ્રદર્શનના માધ્યમથી સૈનિક કલ્યાણનિધિ માટે મહત્તમ ફંડ એકત્રિત કરવાનો હેતુ: શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ નઅબતકથના આંગણે
પતંજલી સ્કુલ દ્વારા આગામી તા.૧૦થી ત્રિદિવસીય એજયુકેશન ફેરનું આયોજન કરાયું છે.પતંજલિ સ્કૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્યનિર્માણ થાય તેમાટે અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે સહઅભ્યાસક્રિય પ્રવૃત્તિ પણ તેટલા જ ઉત્સાહથી કરવામાં આવે છે.
આજના સમયમાં થીયરી ભણીને લોકો પોતાની ડીગ્રી મેળવે છે. પરંતુ તે થીયરી અપ્લાયડ થીયરી કેમ બને તેના માટે જરૂરી છે, થીયરી આધારિત પ્રવૃત્તિ જયારે બાળક પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનામાં આંતરિક ગૂણો નિર્માણ થાય છે. અને વૃધ્ધિ પામે છે.
જયારે વિદ્યાર્થી કંઈક પોતાના હાથે કામ કરે છે અને અડચણ અનુભવે છે. તે સમયે તેને ખબર પડે છે કે મને એક નાનક્ડી કૃતિ કરવા માટે પણ જો આટલી તકલીફ પડે તો મારા માતા પિતા જે કામ કરે છે. તમને કેટલી મહેનત કરવી પડતી હશે, અને તેના થકી તે પોતાના માતા પિતા અને આસપાસમાં થયેલા સારા કાર્યોને વેલ્યુ કરતા થાય છે.
બાળકોને નિર્માણ કરેલ કૃતિને જયારે વધુને વધુ લોકો નિહાળે અને તેની પીઠ થાબડે તેનામાટે જરૂરી છે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરૂ પાડવું. આ પ્લેટફોર્મ પૂરૂ પાડવા માટે પતંજલી સ્કૂલ્સ દ્વારા સુંદર શૈક્ષણિક પ્રદર્શન આયોજતી થશે.
શહેરના મવડી તથા કોઠારીયા રોડ વિસ્તારમાં કાર્યરત અને શાળાના વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે નવીનતા સભર અને અવનવી પ્રવૃત્તિઓ કરતી પતંજલી વિદ્યાલય અને સ્કૂલ દ્વારા આ વર્ષે પણ નાનામૌવા સર્કલ પાસે વિશાળ ડોમ્સમાં દેશભકિત અને બહાદૂર જવાનો પ્રત્યે આદર વ્યકત કરવાના કેન્દ્રવર્તી ભાવ સાથે અનેકવિધ વિષયો પર વૈવિધ્ય સભર કૃતિઓ સાથે તા.૧૦ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ભવ્ય શૈક્ષણીક પ્રદર્શનનું આયોજન કરેલ છે.
આ શૈક્ષણીક પ્રદર્શનમાં વિજ્ઞાનના અવનવા પ્રયોગો, મોડેલ્સ, ગાણીતીક કોયડાઓ અને રમતો, પર્યાવરણ અને સ્વચ્છતાલક્ષી કૃતિઓ, ભવ્ય સાંસ્કૃતિક વારસો, બાળ વિભાગ, નાના મોટા સૌ માટે ગેમ્સ ઝોન, વાણિજય અને અર્થવ્યવસ્થા સંબંધીત કૃતિઓ દેશભકિત થીમ આધારીત બહાદૂર જવાનોને સમર્પિત ડાન્સ, ડ્રામા શેટ, આર્ટ એન્ડ ક્રાફટ ઝોન જેવા અનેક વિષયો પર શાળાના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા અનેકવિધ કૃતિઓ પ્રસ્તુત થનાર છે.
એજયુકેશન ફેરમાં ૫ વિશાળ ડોમ્સમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે પ્રદર્શનના માધ્યમથી સૈનિક કલ્યાણનિધિ માટે મહત્તમ ફંડ એકત્રિત કરવાનો પણ હેતુ છે. પતંજલી સ્કૂલ્સ છેલ્લા પાંચ વર્ષોથી સરેરાશ ૧ લાખથી વધુનો ફાળો જમા કરાવે છે. અને ચાલુ વર્ષે પણ ૨.૫ લાખથી વધુનો સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો જમા કરાવવાનું લક્ષ્યાંક અવશ્ય પૂર્ણ કરશે.
પ્રદર્શનને સફળ બનાવવા સ્કૂલના યોગેશભાઈ ધોકિયા, અલ્પાબેન ધેલાણી તેમજ વિદ્યાર્થીઓ સોઢા નંદિની, રંગાણી આરૂષી, વેકરીયા માનસી, ચાવડા પાર્થ, ખૂંટ અક્ષય અને ગેવરીયા દેવાંગે અબતકની મુલાકાત લીધી હતી.