વિઘાર્થીઓએ પ્રદુષણ ઘટાડતું સાયલેન્સર, અપહરણ અટકાવતું ડિવાઇસ, ઓટોમેટીક બાઇક સ્ટેન્ડ જેવા પ્રોજેકટસ રજુ કર્યા
સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા દર વર્ષે યંગ ટેલેન્ટેડ ઇન્ડિયન માઇન્ડર્સને વિશ્ર્વ સમક્ષ રજુ કરવા દર વર્ષે ઇન્ડિયન નેશનલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ફેરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરુપે ધોળકીયા સ્કુલ ખાતે આઇ.એન.એસ.ઇ. એફ. નેશનલ ફેસ્ટીવલ-૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટનું વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટી તથા એન્જીનીરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા જીણવટપૂર્વક કરાયું હતું.
અવલોકન તેમજ વિઘાર્થીઓ સાથે હાર્દિક પ્રશ્નોતરી દ્વારા સર્વશ્રેષ્ઠ ૩૦ સંશોધન પ્રોજેકટ આઇ.એન.એસ.ઇ. એફ. નેશનલ ફેર-૨૦૧૯ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
જેમાં ધોળકીયા સ્કુલના પાંચ પ્રોજેકટમાં સ્કુલના વિઘાર્થીઓ પ્રદુષણ ઘટાડતું સાયલેન્સર આપમેેળે બાઇકનું સ્ટેન્ડ ચડી જાય તેવી સિસ્ટમ બાળકોનું અપહરણ અટકાવતું ડિવાઇસ વગેરે પ્રોજેકટો પસંદગી પામ્યા હતા.
ધોળકીયામાં નેશનલ લેવલના સાયન્સ ફેરનો આયોજનનું ગૌરવ: સ્મૃતિબેન જોષી
અબતક સાથેની વાતચીત દરમિયાન ધોળકીયા સ્કુલના સેકેન્ડરી વિભાગના પ્રિન્સીપાલ સ્મૃતિબેન જોષીએ જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં નેશનલ લેવલના સાયન્સ ફેરનું આયોજન કરેલ છે.
તેની યજમાન અમારી સ્કુલ બની છે તે અમારા માટે ગૌરવની વાત છે આ ફેર ઓલ ઇન્ડીયા લેવલે એ ૩૦ પ્રોજેકટ સિલેકટ થયા છે. આ ૩૦ પ્રોજેકટમાંથી પ પ્રોજેકટ અમારી ધોળકીયા સ્કુલના છે. દર વષે ધોળકીયા સ્કુલ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતાના પ્રોજેકટ દ્વારા પ્રદાન આપની રહે છે. અમારા માટે ગૌરવની વાત છે કે સાયન્સ ક્ષેત્રે અમારી વિઘાર્થીઓ આગળ વધી રહ્યા છે.
ધોળકીયાના પ પ્રોજેકટસ પસંદગી પામ્યાનો આનંદ : જીતુભાઇ ધોળકીયા
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન ધોળકીયા સ્કુલના જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે આઇ.એન.એસ.ઇ.એફ. નેશનલ ફેર-૨૦૧૯ નું આયોજન ધોળકીયા સ્કુલમાં કરવામા આવ્યું છે.
રાજકોટમાં આ ફેર બીજીવાર યોજાયો છે. જુદા જુદા રાજયમાંથી ૩૦ પ્રોજેકટ છે. તેમાંથી પ પ્રોજેકટ ધોળકીયા સ્કુલના સિલેકટ થયેલા છે. આ પ્રોજેકટ એન્જીનીયરીંગ સાઇટના, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનીક વગરે ઉપર બનાવવા છે. એ પ્રોજેકટના નિર્ણાયક માટે દસ જજ ઉ૫સ્થિત રહ્યા છે. જેણે પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપ્યા હતા. સિલેકટ થયેલ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય લેવલ પર ભાગ લેશે. અમારી ધોળકીયા સ્કુલના પાંચ પ્રોજેકટ સિલેકટ થયા છે. તે પણ ઇનોવેટીવ છે. વર્ષ દરમિયાન અનાજ બગડી જતું હોય તે કેમ ન બગડે તેની કેમ કેર કરવી, પ્રદુષણ રજુ કરેલ છે. અને આશા રાખું છું કે આ પ્રોજેકટ નેશનલ ઇન્ટરનેશલ લેવલ પર જાય અને આવનાર સમયમાં તે સમાજને ઉપયોગી થાય.