બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સહેલાણીઓ માટે એર ટિકિટ, હોટેલ બુકિંગ, ટ્રાવેલ પેકેજીસનું વન સ્ટોપ સોલ્યુશન બન્યું ટ્રાવેલ ફેર
રાજકોટના ઈમ્પીરીયલ પેલેસ હોટેલ ખાતે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં ‘સાલ કા સબ સે સસ્તા દિન’ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ટ્રાવેલ ઉત્સવમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ બેસ્ટ ટુર્સના બેસ્ટ પેકેઝીસનો લાભ લીધો હતો. આ તકે લોકોએ બેસ્ટ ટુર્સના ઓનર દિપકભાઈ કારીયાએ આભાર વ્યકત કર્યો હતો.
ઈન્ટરનેશનલ ટુરમાં બેસ્ટ ટુર્સની સર્વિસ ખરેખર બેસ્ટ: મહેશગીરી ગોસ્વામી
જયારે પ્રવાસી મહેશગીરી ગોસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળપણથી જ ફરવાનો મને ખુબ શોખ હતો અને રાજકોટ આવ્યાને ૨૪ વર્ષ થયા છે તેમાં બેસ્ટ ટુરના દિપકભાઈ સાથે મુલાકાત થઈ છે. તેમના ટુર પેકેજથી હું ખુબ પ્રભાવિત થયો. ૨ વર્ષે એક ટુર તો દિપકભાઈ સાથે હું કરુ જ છું. ડોમેસ્ટીક કરતા ઈન્ટરનેશનલ ટુરમાં દિપકભાઈનું ખુબ સારું છે. વિદેશમાં પણ આપને ખુબ સરસ સર્વિસ આપે છે. ખાસ તો જમવા અને સાઈટ સીન પર ખુબ ધ્યાન આપે છે અને કયારેક તો સરપ્રાઈઝ પણ આપે છે જેથી ખુશી અને રોમાંચ થાય છે. ભવિષ્યમાં બાલી થાઈલેન્ડ જવાનું વિચારું છું.
યુનિવર્સલ સ્ટુડીયા અને ક્રુઝ સફરની ઈચ્છા પૂર્ણ થશે: સી.ડી.પટેલ
અન્ય એક પ્રવાસી સી.ડી.પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રવાસી અમે સીંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ જવા માંગીએ છીએ. બેસ્ટ ટુરનું કામ ખુબ સારું છે. ૧૧ દિવસની ટુર છે ત્યાં અમે યુનિવર્સલ સ્ટુડીયો, નાઈટ સફારી, ક્રુઝની ઈચછા છે એટલા માટે બેસ્ટ ટુર થકી જાશું અને આનંદ કરીશું સાથે ડીસ્કાઉન્ટ પણ સારું આપ્યું છે. જેમાં ૪ સ્ટાર હોટલ સાથે બ્રેકફાસ્ટ, ડીનર છે બેસ્ટની સર્વિસ ખુબ સરસ છે એટલે અમે તેમા જવાના છીએ.
ઓનલાઈન શોપિંગ વાઉચર સાથે ડિસ્કાઉન્ટોની ભરમાર: દિપકભાઈ કોટક
બેસ્ટ ટુરના ઓનર દીપકભાઈ કોટકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી સ્પે.સ્કીમમાં હિન્દુસ્તાન વર્લ્ડ કવર કરીએ છીએ. દરેક સેકટરમાં અમારે ૫૫-૬૦ સેકટર છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ વિથ ટિકિટવારા પ્લાનીંગ હોય છે. બ્રેકફાસ્ટ ડીનર ૩-૪ સ્ટાર હોટેલ સાથે હોય છે. બજેટ મુજબ પ્રિમીયમ સીરીઝ છે અને ડિસ્કાઉન્ટની વાત કરીએ તો ૨૦૦૦ થી ૩૦,૦૦૦ સુધી આપવામાં આવે છે. ઉપરાંત ઓનલાઈન સોંપીગ વાઉચર સાથે ૩ થી ૪ ટકાથી ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આજના દિવસમાં છે. આજના દિવસે તરત ડીસીઝન લઈ શકતા હોય તેવા લોકોનો ડોમેસ્ટીક જેવા ભાવમાં ઈન્ટરનેશનલ ટુરમાં ફેરવશું. લોકો વધારે તો સીંગાપુર, મલેશિયા, બેંગકોક, થાઈલેન્ડ જેવા સ્થળોએ વધારે જતા હોય છે. નવામાં તો અમે ઓગસ્ટમાં સ્કીમ બહાર પાડી હતી. યુરોપ માટે તેમાં પણ ૩૫૦ બુકિંગ તો થઈ ગયા છે. યુરોપનો જબરો ટ્રેડ છે. નવા સેકટરની વાત કરીએ તો બાલીના ઘણા ડીફસ્ચર ફુકેટની સીરીઝ બાકુ કન્ટ્રી છે તો બાકુના ઘણા ડીપાસ્ચર નવા લઈને આવ્યા છીએ અને લોકો પણ રસ લઈ રહ્યા છે અને ડોમેસ્ટીકમાં તો એપ્રિલ, મે, જુનમાં લેહ લદાખ દાર્જીલીંગ ગેંગટોનની સાઈડ વધારે જવાનું પસંદ કરે છે. ઉપરાંત હિમાચલ હંમેશા હોટ ફેવરીટ રહ્યું છે. કુલુમનાલી, સીમલા, ડેલહાઉસી, અમૃતસરની રીટનરી છે. આખા ગુજરાતમાં કોઈ આસામ, મેઘાલય-નાગાલેન્ડ પાસે નથી એવું સેકટર અમે લઈને આવ્યા છીએ.