સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાબેના થાનમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારનો દરોડો પાડી જુગટુ રમતા એક ડઝન શખ્સોને રૂ. ૭૨ હજારના મુદામાલ સાથે ઝડપી થાન પોલીસ મથકના હવાલે કર્યા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકાના થાનમાં દલીત સ્મશાન પાસે જાહેરમાંજુગાર રમાતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને મળતા પીએસઆઈ વાય.કે.ગોહિલ સહિતના સ્ટાફે લોકલ પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડી જુગટુ રમતા પ્રતાપ કાનજી, નાથા રૂપા, રમેશ ગોવિંદ, બસીર ગૂરૂ, જયદિપ જીવરાજ, રમેશ ભીખા, શૈલેષ ભીખા, ડાયા ભીમશી લાલજી મોહન, કાળુ મોહન અને ભુપત સોલંકી નામના શખ્સોને ઝડપીલઈ પટમાંથી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.૭૨ હજારના મુદામાલ જપ્ત કરી તમામ શખ્સોને થાન પોલીસનાં હવાલે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.