મા તો એક શકિત હૈ, ઈશ્ર્વર કી ભકિત હૈ, અપને બચ્ચો કી ખાતીર માં કુછ ભી કર શકતી હૈ.
મમતાની મૂરત, સ્નેહની સુરત, પ્રેમની પ્રતિમા, વાત્સલ્યની વિણા, દયાની દેવી, સમર્પણની સરિતા માતાએ અખીલેશ્ર્વરની અનુપમ નિર્મિત છે. કલ્યાણવૃક્ષની કલમને લઈને લખતી સરસ્વતીને કહેજો કે, જગત દાતાના ગુણો ખુટી જાય તો એમાં ઉમેરી લે માતાના ગુણો.
વિશ્ર્વની વંદનીય વિભૂતિ એટલે માં જેને કોઈ ઉપમા ન આપી શકાય એનું નામ માં, જેની મમતાનું કોઈ માપ નથી એનું નામ માં. જેના પ્યારની કોઈ સીમા નથી એનું નામ મા, સદા અર્પે હુંફ, હામ, હેત, હોંકારોને શાતા એનું નામ માતા. સંતાન ઘરથી બહાર નિકળે અને ચિંતાની ચકકીમાં જે પિસાય એનું નામ માં. મરણના કારણ તો અનેક હોય પણ જન્મદાત્રી તો એક જ હોય માતા, મમતા, ક્ષમતા અને સમતાનો સરવાળો એટલે મા, માની વ્યાખ્યા આપતા મહર્ષિ અરવિંદ કહેતા, જેની છાતીમાં માનવતા ઉછરે અને જેના ખોળામાં સંસ્કૃતિના પારણા ઝુલે એનું નામ માં. એક ફિલ્મી ગીતનું કેવું સરસ મુખડુ છે,‘અય માં તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત કયા હોગી’ કેટલી વાસ્તવિક વાત છે. શિવ પ્રત્યેક જીવ સુધી પહોંચવા અસમર્થ બન્યો ત્યારે તેણે એક એક જીવ સુધી પહોંચી તેનું પાલન, પોષણ, રક્ષણ કરવા માટે માતૃત્વનું સર્જન કર્યું છે. કહેવાય છે માનવે ઈશ્ર્વરને અવની ઉપર ઉતરવાળી આરાધના કરી અને અખિલેશ્ર્વરે માતાને મોકલી આપી.
વાત્સલ્યનું સહેદ આકાર સ્વ‚પ અને પ્રેમનો પરમ પાવક પ્રચંડ પ્રભાવક આવિસ્કાર એટલે માં, માં એ મા એની તોલે કોઈ આવી ના શકે. એટલે જ કહેવાય છે ‘જનનીના હૈયે સ્નેહના નીર, વાત્સલ્યથી ચમકે એનું હીર’, દેવો પણ એની કુખે જન્મ લેવા વલખે છે. એટલે જ કહેવાય છે. ત્રિભુવનનો નાથ પણ મા વિના અનાથ છે. જે જે અવતાર માની કુખેથી થયા એજ અવતાર પુજાયા છે. સંત વિનોબાજી કહેતા, ભોજન તો માતાના હાથનું શિક્ષણ તો માતાના મુખનું શ્રી હરીન્દ્ર દવે લખે છે માનો વિચાર આપણને એકસ-રેની માફક આરપાર જોઈ શકે છે. એટલે જ કહેવાય છે મધર ઈઝ મધર એવરી થીંગ ઈઝ અધર.’ ગુજરાતીમાં તો કહેવત છે, ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા દળતી મા ન મરજો’ કવિ બેફામ પણ કહે છે, ‘મરે છે ત્યારે મરે છે માતા કદાપી મરતી નથી. આચાર્ય રજનીશપણ કહે છે સંતાનના જન્મ સાથે જ મા જન્મે છે. મહાકવિ કાલિદાસ તો શાકંતુલમાં લખે છે. ધન્ય છે તે માતા-પિતાને જેઓના વસ્ત્રો સંતાનના અંગની રજ વડે મેલા થયા છે. ઋગ્વેદ,દેવી ભાગવત, સપ્રશાંતિ ચંડીયાદ યા દેવી સર્વ ભૂતેષુ માતૃ‚પે સંસ્થિતાના બાદથી ગુંજે છે. પશુવૃતિ સામે સંસ્કૃતિનું સંવર્ધન કરે એનું નામ માતૃશકિત. કાકા કાલેલકર પણ કહેતા આ સંસાર પહાડ જેવો કઠોર અને અવિચળ છે એમાં જો કોઈ વહેતુ તત્વ હોય તો તે નદી જેવો માતાનો પ્રેમ.