રીયલ એસ્ટેટ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન માટે શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠને લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનીત કરાયા: ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રે સુરેશ સંઘવી, મનીષ દોશી અને કિશોર ત્રિવેદીનું અદકેરૂ સન્માન
પ્રોપર્ટી એકસ્પોમાં આજે શમીતા શેટ્ટી, રવિવારે રવિના ટંડન શાનદાર સ્ટેજ પરફોર્મન્સથી ધુમ મચાવશે
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા આઈઆઈઆઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત ચાર દિવસીય પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમના બીજા દિવસે સૌરાષ્ટ્રભરના લોકોનો ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ ઉપરાંત શહેરી આગેવાનો ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી એકસ્પોમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે સાંજે અભિનેત્રી રીમી સેન સહિતના કલાકારોએ સ્ટેજ પર શાનદાર પ્રરફોર્મન્સથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રોપર્ટી એકસ્પોના ત્રીજા દિવસે શમીતા શેટ્ટી, રવિવારે રવિના ટંડન વિવિધ કાર્યક્રમો રજૂ કરશે. પ્રોપર્ટી એક્સ્પોમાં ૩ લાખ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ૨૪૦થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ૧૦૦થી વધુ સ્ટોલ ઈન્ટીરીયલ ડિઝાઈનરો દ્વારા પ્રસ્તુત કરાયા છે.
પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯ બિલ્ડર અને લોકો વચ્ચેનો બન્યો સેતુ: વિજયભાઈ
સંસ્કાર ગ્રુપના વિજયભાઈએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯ બિલ્ડરો અને લોકો વચ્ચેનો સેતુ બન્યો છે કારણ કે લોકોને જે વસ્તુ અને તેમની જે પસંદ હોય છે તે બિલ્ડરો પરિપૂર્ણ કરી રહ્યાં છે જેથી રાજકોટની જનતા માટે અને બિલ્ડરો માટે આ પ્રોપર્ટી એકસ્પો ખૂબજ મહત્વપૂર્ણ નિવડશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સંસ્કાર ગ્રુપ આ એકસ્પોમાં હરહંમેશ જોડાવા માંગે છે અને લોકોની ઈન્કવાયરી પણ એટલી જ તેઓને મળી રહી છે જે દર્શાવે છે કે, લોકોને આ એકસ્પો ખરા અર્થમાં ગમ્યો છે અને લોકો માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહ્યો છે. ખાસ કરીને તેઓએ એફોર્ડેબલ હાઉસીંગ માટે જણાવતા કહ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ લોકો માટે જીવન કડી સમાન છે. જેમાં મધ્યમવર્ગીય લોકો પોતાના ઘરનું ઘર બનાવવાના સપનાને સાકાર કરી શકશે. આ એકસ્પો વિશે તેઓએ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એકસ્પોની સાથે જે ઈન્ટીરીયલ ડિઝાઈન માટે શો-કેસનું આયોજન કરાયું છે તે પણ આવકાર્ય છે એટલે લોકોને એક જ સ્થાનેથી તમામ સુવિધાઓ મળી રહેશે.
પ્રોપર્ટી એકસ્પોનું આયોજન ખરા અર્થમાં જાજરમાન: શર્મીલાબેન (ખોડલધામ ટ્રસ્ટી)
ખોડલધામના ટ્રસ્ટી શર્મીલાબેને ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ બિલ્ડર એસો. અને રાજકોટ ક્રેડાઈ દ્વારા જે પ્રોપર્ટી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે સુચારૂ વ્યવસ્થાનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જે રાજકોટ ક્રેડાઈના પ્રેસીડેન્ટ અને ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજેરાના શિરે જાય છે. આ પ્રકારનું આયોજન એ જ વ્યક્તિ કરી શકે જેઓમાં અનુશાસનની કુશળતા રહેલી હોય અને તેનું ઉત્તમ ઉદાહરણ એટલે પરેશભાઈ ગજેરા છે. અંતમાં તેઓએ રાજકોટની જનતાને આહવાન કર્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પોની તેઓએ મુલાકાત લઈ સ્ટોલને નિહાળવા જોઈએ જેથી તેઓને એક જ સ્થળ ઉપરથી તમામ ઉકેલ મળી શકે.
નિયમીત સમયમાં આ પ્રકારના એકસ્પોનું આયોજન થવું જોઈએ: વ્રજભાઈ દેવાણી
સ્વસ્તિક ગ્રુપના વ્રજભાઈ દેવાણીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે જે એકસ્પોનું આયોજન થયું છે તે ખરા અર્થમાં અનેરૂ અને અનોખુ છે. એક જ સ્થળ ઉપર બિલ્ડરોના પ્રોજેકટો અને ઘરને શોભાવતી ઈન્ટીરીયર ડિઝાઈનને પણ શો-કેસ કરવામાં આવ્યો છે જેથી લોકોને એક જ સ્થળ ઉપર અનેકવિધ સુવિધાઓ મળી રહે અને તેઓને વસ્તુઓને પસંદ કરવાનો સમય પણ મળી રહે. ત્યારે સ્વસ્તિક ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઘરનું ઘર સપનું સેવ્યું હતું તેને પણ સ્વસ્તિક ગ્રુપ હંમેશા સાર્થક કર્યું છે અને આવનારા સમયમાં પણ સ્વસ્તિક ગ્રુપ આ સ્વપ્નને સાકાર કરતું રહેશે અને લોકોને તમામ સુખ-સુવિધાઓ પૂરી પાડશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, લોકોને ઓછા બજેટમાં તમામ પ્રકારની સુવિધાઓ જોતી હોય છે અને રાજકોટના બિલ્ડરો તેમને પુરી પણ પાડે છે જેનો મતલબ એ છે કે રાજકોટના બિલ્ડરો ખરા અર્થમાં લોકો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવે છે અને લોકોની જરૂરીયાતોને સમજે છે.
પ્રોપર્ટી એકસ્પોનું યોગદાન લોકો માટે ખૂબજ મહત્વપૂર્ણ: સુરજભાઈ કાનાબાર
‘અબતક’ સાથે વાતચીત કરતા રેડ કાર્પેટના સુરજભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી એકસ્પોનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ લોકોને ખૂબજ મળશે. કારણ કે આ એકસ્પોમાં પ્રોપર્ટી તો ઠીક પરંતુ પોતાના ઘરને કઈ રીતે સજાવવું જોઈએ તે માટે લોકોને એકસ્પોમાં માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે અને કઈ રીતે પોતાના ઘરને સજાવી શકાય તે માટે અનેકવિધ પ્રોડકટોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. સુરજભાઈએ પોતાના સ્ટોલ વિશે માહિતી આપતા જણાવતા કહ્યું હતું કે, તેઓનો સ્ટોલ પોતાના ઘરને કઈ રીતે સજાવી શકાય તે માટે રાખવામાં આવ્યો છે જેમાં મેટ્રેસીસ, પીલો સહિત અનેકવિધ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઓખાની મહિલાઓ દ્વારા હેન્ડમેડ એમ્બ્રોઈડરી કરવામાં આવી રહી છે જે લોકોનું આકર્ષણ વધારે છે. તેઓએ અંતમાં લોકોને આહવાન કરતા જણાવ્યું હતું કે, મહત્તમ રાજકોટની પ્રજાએ આ એકસ્પોનો લાભ લેવો જોઈએ જેથી તેઓને પોતાના ઘરને સજાવટ કરવા માટે ઘણા ઉપાયો અને ઘણા પ્રકારો મળી શકે જેના ઉપયોગથી તેઓ પોતાના ઘરને બખુબી રીતે સજાવી શકે.
પ્રોપર્ટી એકસ્પો ૨૦૧૯ ખરા અર્થમાં વિકાસલક્ષી છે: ગોપીભાઈ પટેલ
લાઈફ સ્ટાઈલ ગ્રુપના ગોપીભાઈ પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના બિલ્ડરોએ જે મહેનત અને પરિશ્રમ કરી પ્રોપર્ટી એકસ્પોને સફળ બનાવ્યો છે તે ખરા અર્થમાં આવકાર્ય છે અને લોકોએ પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લીધેલી છે. આ પ્રકારના આયોજન રાજકોટની બિલ્ડર એસોસીએશન અને ક્રેડાઈ રાજકોટે વારંવાર અને નિયમીત અંતરાલે થવો જોઈએ જેથી લોકોને અને બિલ્ડરોને ખૂબજ સહકાર મળી રહે પરંતુ કયાંકને કયાંક જે રીતે નોટબંધી, જીએસટી અને રેરાના જે જટીલ કાયદાઓ પ્રજા અને બિલ્ડરોને થોડા અંશે તકલીફ દાયક નિવડયા છે પરંતુ આ તમામ કાયદાઓ સ્ટ્રીમ લાઈન થવાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળ્યો છે. રાજકોટના બિલ્ડરો હરહંમેશ લોકોને કહ્યાં કરતા વધુ જ આપ્યું છે જેથી લોકોનો બિલ્ડરો પ્રત્યેનો જે ભરોસો છે તે હરહંમેશ અકબંધ રહ્યો છે. એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમને લઈ તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લાઈફ સ્ટાઈલ ગ્રુપ હજુ સુધી એફોર્ડેબલ હાઉસીંગમાં હજુ આગળ આવ્યા નથી પરંતુ આવનારા સમયમાં તેઓના પ્રોજેકટ એફોર્ડેબલ હાઉસીંગને લઈને રહેશે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે લોકો માટેનું સપનું છે કે લોકોને ઘરનું ઘર મળી રહે તે પૂર્ણ થઈ શકે.
પ્રોપર્ટી એકસ્પોની સાથે શો-કેસ પણ ખુબજ અદભૂત: જયેશ ભાલોડીયા
રાજકોટ ખાતે આયોજીત પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસ ૨૦૧૯નું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખુબજ અદભૂત માની શકાય અને તેમાં પણ સવિશેષ જયારે શો-કેસનું જે આયોજન કરાયું છે તે ખૂબજ કાબીલેતારીફ જેનો શ્રેય રાજકોટ બિલ્ડર એસોસીએશન અને ક્રેડાઈ રાજકોટના સીરે જાય છે. આ એકસ્પો વારંવાર થવો જોઈએ જેથી લોકોને બિલ્ડરોના નવા પ્રોજેકટો વિશે પણ માહિતી મળી શકે અને બિલ્ડરોને પણ લોકોનો ટેસ્ટ અને તેમની પસંદની ખબર પડી શકે. સોપાન ગ્રુપ હરહંમેશ પ્રજા અને રાજકોટની જનતા સાથે રહ્યું છે અને જે રીતે રાજય સરકારે એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ એટલે કે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે જે પગલા ભર્યા છે તે આવકાર્ય છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, રેરા હોય, જીએસટી હોય કે નોટબંધી હોય રાજકોટના ખમીરવંતા બિલ્ડરોને આ ત્રણેય મુદ્દા સહેજ પણ નડયા નથી પરંતુ રીયલ એસ્ટેટ ક્ષેત્રે તેઓએ વેગ અપાવ્યો છે.
૨૧મી સદીમાં ઈન્ટીરીયર ડેકોરેશનનું મહત્વ ખૂબજ વધુ: સુરેશભાઈ ગુપ્તા
ગ્રેનસાયર ટાઈલ્સના સુરેશભાઈ ગુપ્તાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એકસ્પોમાં પ્રોપર્ટીની સાથો સાથ જે શો-કેસનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં કાબીલેતારીફ છે. રાષ્ટ્રીયકક્ષાએ યોજાતા તમામ એકસ્પોમાં ગ્રેનસાયર ભાગ લેતું હોય છે પરંતુ રાજકોટ બિલ્ડર એસો. દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પોમાં સૌપ્રથમ વખત ગ્રેનસાયર ટાઈલ્સે ભાગ લીધો છે જે વારંવાર ભાગ લેવા માંગશે જેનું એકમાત્ર કારણ એ છે કે લોકોની જે પસંદ છે તે બખુબી ગ્રેનસાયર પૂરી કરવા કટીબદ્ધ છે અને લોકો માટે પણ તેઓએ અનેક પ્રકારના ટાઈલ્સને લઈ પ્રોડકટ ડિસ્પ્લે કર્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકો પોતાના સપનાનું જે ઘર હોય તેમાં ઈટાલીયન મારબલ લગાવવા માંગતા હોય પરંતુ ઈટાલીયન માર્બલ ખૂબજ મોંઘુ હોવાથી તેઓ નાખી ન શકે ત્યારે ગ્રેનસાયર તેમને ખૂબજ સસ્તામાં ઈટાલીયન માર્બલ જેવી ટાઈલ્સ પૂરી પાડે છે જેથી લોકો તેનો લાભ લઈ શકે અને એક લકઝરીનો અનુભવ કરી શકે.
રાજકોટ ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસો. દ્વારા આયોજીત એકસ્પો ખૂબજ આકર્ષક: સંજયભાઈ સાવલીયા
વ્રજ ઈન્ફ્રાસ્ટ્રકચરના સંજયભાઈ સાવલીયાએ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એકસ્પો ખુબજ આકર્ષક રહ્યો છે. જેનો શ્રેય રાજકોટ ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસો.ના શીરે જાય છે. છેલ્લા ઘણા સમયથી આ એકસ્પો માટે ક્રેડાઈના સભ્યોએ ખૂબજ મહેનત કરી છે. જેનો ફાયદો હાલ તેઓને એકસ્પોમાં મળી રહ્યો છે. વધુમાં વ્રજ ઈન્ફાસ્ટ્રકચરના સંજયભાઈએ જણાવતા કહ્યું હતું કે, લોકોને વ્રજ ગ્રુપે હરહંમેશ કાંઈક નવું આપવામાં માને છે અને લોકો માટે આ એકસ્પો ખૂબજ ઉપયોગી અને લાભદાયી નિવડશે. અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, આ એકસ્પોને બિલ્ડરોને પણ ખણી ખરી લોકોની પસંદગી વિશે માહિતી પણ મળી શકશે જે તેઓ પોતાના આગામી પ્રોજેકટોમાં તેની પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થશે. કારણ કે, રાજકોટની જનતાને રાજકોટના ડેવલોપર્સ અને બિલ્ડરો ઉપર ખૂબજ ભરોસો છે અને બિલ્ડરોએ તેમના ભરોસાને કોઈ દિવસ તોડયો નથી તે એક મહત્વની વાત છે.