વિકલાંગ દર્દીઓને કેલીપર્સ, સાઈડ ઘોડી વિનામૂલ્યે અપાયા
સરગમ કલબ અને એચ.પી.રાજયગુરુના સંયુકત ઉપક્રમે ડો.પ્રવિણભાઈ રાજયગુરુની સ્મૃતિમાં તેમજ કમાણી ફાઉન્ડેશન સહયોગથી જયપુર ફુટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સૌરાષ્ટ્રભરના દિવ્યાંગ દર્દીઓએ લાભ લીધો હતો. કુદરતી કે આકસ્મિક રીતે જે લોકોને પગમાં ખોડ ખાપણ હોય તેઓને ચાલવા, બેસવા, વાહન ચલાવવા જેવી અનેક મુશ્કેલીઓ પડતી હોય છે.
તે તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને આ મુશ્કેલી કાયમી દુર કરી તેઓની સંપૂર્ણ શારીરિક તબીબી તપાસ કરી રાજસ્થાનના નિષ્ણાંત તબીબી ટીમના દિનદયાલ રાવલ, જગનલાલ ચૌધરી, હરિયનારાયણ એસ્વાલ, પંકજભાઈ કમાણી દ્વારા તપાસી યોગ્ય સારવાર માર્ગદર્શનઆપી જ‚રીયાત મુજબના આર્ટીફીશ્યલ પગ, વિવિધ સાધનો, સાધનોમાં જ‚રી ફેરફારો વિગેરે નિ:શુલ્ક કરી આપવામાં આવેલ.
આમ કુલ ૧૦૬ જેટલા દિવ્યાંગ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાંથી જે લોકોના કુદરતી કે આકસ્મિક રીતે પગ કપાયો હોય, ટુંકો પગ હોય, પગથી ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેવા ૫૬ દિવ્યાંગોને આર્ટીફીશ્યલ પગ (જયપુર ફૂટ) બેસાડવામાં આવેલ. જયારે ૫૦ દિવ્યાંગ દર્દીઓને કેલીપર્સ, કાંખ ઘોડી, વોકર, સ્ટીક વગેરે સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. તેમજ દિવ્યાંગ દર્દીઓને ચાલવા માટેના સાધનોને પણ નિ:શુલ્ક સર્વિસ કરી દર્દીઓને વિનામૂલ્યે પાર્ટસ નાખી જરૂરી રીપેરીંગ પણ કરી આપેલ.
આ કેમ્પમાં ડો.પ્રવિણભાઈ એલ.રાજયગુરુના પરીવારજનોએ ઉપસ્થિત રહીને દિવ્યાંગ દર્દીઓને પડતી હાલાકી અંગે માહિતી મેળવી હતી. તેમજ આર્ટીફિશીયલ પગ દિવ્યાંગોને રોજબરોજની જિંદગીમાં કેટલી મુશ્કેલી નિવારી દે છે તે અંગે જાણકારી લીધી હતી. કેમ્પને સફળ બનાવવા સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ) તેમજ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનના ચેરમેન ચમનભાઈ કમાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી