નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી બંને પંજાબ નેશનલ બેન્કની સાથે ૧૩ કરોડનું કોભાંડ કર્યું છે.હજારો કરોડો રૂપિયાના પીએનબી કોભાંડ કેસમાં દેશથી ભાગી નિરવ મોદીએ મુંબઈના સ્પેશિયલ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રીગ એક્ટ કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે તે પાછા ભારત નહિ આવે તેને કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે મે કશું ખોટું નથી કર્યું.
ગત મહિને નીરવના વકીલે પણ સ્પેશિયલ કોર્ટમાં સુરક્ષા માટે દલીલ કરી હતી. તેણે કહ્યું હતું કે નીરવ મોદી જો ભારતમાં આવે તો તેમની પર મોબ લિન્ચિંગનો ખતરો છે. કોર્ટે આ દલીલને માનવાથી ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તેને અમારા મામલા સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ ખતરો હોય તો નીરવે પોલિસ સુરક્ષા માંગવી જોઈએ.