જસદણના ખડવાવડી ગામે સરકારી જમીનનું બે જ્ઞાતિએ દબાણ કર્યું છે. જેમાં એક જ્ઞાતીના દબાણની દિવાલ બીજી જ્ઞાતિએ તોડી પાડતા આ અંગે ખોબા જેવડા ખડવાવડીમાં કોઈ વેરઝેર ન થાય તે અંગે ગ્રામ્યજનોનું એક ટોળુ જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવતા તાલુકા વિકાસ અધિકારી આઈ.એમ.બેલીમે તપાસ શરૂ કરવાની ખાતરી આપતા અને સ્થળ પર સર્કલ ઈન્સ્પેકટરને દોડાવતા આ મામલો હાલ તો શાંત પડી ગયો છે પણ આવનારા દિવસોમાં શું ? એવો લાખ મણનો સવાલ ઉઠવા પામ્યો છે. જસદણ પંથકમાં એક બાજુ સરકારી જમીનો પર દબાણ કરનારા પોતાના બાપદાદાની માલિકીની હોય એમ ખુલ્લેઆમ ચણતર કરે છે. તેમને રાજકીય ઓથ હોવાથી અધિકારીઓ પણ ફફડતા જીવે કામ કરી રહ્યાં છે. ખડવાવડીમાં બંને પક્ષોએ સરકારી જમીન દબાણ કરી છે. વળી પાછા ફરિયાદ કરવા માટે પણ દોડી જાય છે ત્યારે હાલમાં તો નિર્દોષ ગ્રામ્યજનોને મોટેભાગે સહન કરવું પડી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે