મોબાઈલને આખી રાત ચાર્જ ન કરો, સીધો તડકો આવતો હોય તેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાનું ટાળો, તકીયા નીચે ખિસ્સામાં કે બેડ પર ફોન મુકવાનું ટાળો
રાજસ્થાનના ચિતોડગઢમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધનું મોબાઈલ ફોન ફાટતા મોત થયું છે. કિશોરસિંહ નામના આ વૃદ્ધ પોતાનો મોબાઈલ પહેરણના ખિસ્સામાં રાખી સુઈ ગયા હતા. રાત્રે લગભગ અઢી વાગ્યે જયારે તેમની આંખ ખુલી તો તેમના કપડામાં આગ લાગી ગઈ હતી અને ફોન ફાટવાથી આવું થયું હતું. જયાં સુધી કિશોરસિંહ કંઈ સમજે ત્યાં સુધીમાં તેનો ખુબ જ ખરાબ રીતે દાઝી ગયા હતા. પરીવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે પાછલા કેટલાક મહિનાઓમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. બ્રાન્ડેડથી લઈને ફીચર ફોન્સ સુધી બ્લાસ્ટના મામલા સામે આવ્યા છે. એવામાં કેટલીક સાવધાની રાખી આવા અકસ્માત ટાળી શકાય છે. ૧૫ બાબતો કયારેય ન કરશો
તકીયા નીચે ફોન રાખીને ન સુવો
તકીયા નીચે ફોન રાખીને સુવુ ખતરનાક સાબિત થઈ શકે છે કેમ કે તેનાથી ડિવાઈસનું ટેમ્પરેચર વધી જાય છે અને ડિવાઈસ પર દબાણ પણ પડે છે.
શર્ટ યા પોકેટમાં ફોન ન રાખો
શર્ટ, કે પહેરણની ચેસ્ટ પોકેટમાં મોબાઈલ ફોન ન રાખો. સેલફોન રેડિએશનના ખતરા તો એક મુદો છે જ પણ ફોન ફાટવાના સંજોગોમાં ફોનનું શર્ટના ખિસ્સામાં હોવું ખતરનાક બની શકે છે.
આખી રાત મોબાઈલ ચાર્જ ન કરો
કેટલાક લોકોની આદત આખી રાત ફોન ચાર્જિંગમાં રાખવાની હોય છે. આવું ન કરો. આવું કરવાથી ફોન અને બેટરી બને માટે હાનિકારક છે.
જવલનશીલ પદાર્થોથી દુર રાખો
ફોનને જવલનશીલ પદાર્થો જેમ કે કપડા, કોટન કે બેડથી દુર રાખો.
ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ ટાળો
હંમેશા ફોનનું ઓરીજીનલ ચાર્જર જ યુઝ કરો ડુપ્લીકેટ કે અન્યનું ચાર્જર બેટરી અને ફોન બંને માટે નુકસાનકારક છે.
ફોનમાં લોકલ કે ડુપ્લીકેટ બેટરી યુઝ ન કરો
જો ફોનની બેટરી રિપ્લેસ કરવાની હોય તો હંમેશા ફોનના બ્રાન્ડની ઓરિજિનલ બેટરી જ લગાવો કયારેય સસ્તી કે ખરાબ કવોલીટીની બેટરીનો ઉપયોગ ન કરો.
તડકો આવતો હોય તેવી જગ્યાએ ફોન ચાર્જ ન કરો
હંમેશા લોકો ફોનને ચાર્જ પર લગાવતા પહેલા ધ્યાન નથી રાખતા કે તેના ઉપર સીધો તડકો પડે છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ફોનને નુકસાન થાય છે.
પાવરસ્ટ્રોપ એકસટેન્શન પર ન કરો ચાર્જ
જો તમે સીધું સોકેટમાં ન લગાવીને ફોનને પાવર સ્ટ્રોપ એકસટેશનમાં ચાર્જ કરતા હોવ તો ટાળો.
કવર સાથે ચાર્જ ન કરો
ફોનને કવરમાં રાખી ચાર્જ કરવાથી પણ તેનું ટેમ્પરેચર વધી જાય છે અને બેટરી ડેમેજ થઈ જાય છે માટે આવું ન કરો.