શેખ હસીનાની લોકપ્રિયતા કે ગડબડ તે બન્યો તપાસનો મુખ્ય મુદ્દો
બાંગ્લાદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં આવામી લીગના શેખ હસીના સ્પષ્ટ બહુમત હાંસલ કરી હતી. જયારે તેમના પ્રતિદ્વન્દીને માત્ર ને માત્ર ૨૦૦ મતો જ મળ્યા હતા. ત્યારે એક વાત સ્પષ્ટ થઈ કે શું આ આવામી લીગના શેખ હસીનાની લોકપ્રિયતા છે કે પછી ગડબડ. વડાપ્રધાન શેખ હસીનાની આવામી લીગ રાજનૈતિક રીતે ભલે ભારત માટે ઉપયોગી હોય પરંતુ ચૂંટણીમાં થયેલ ગડબડની તપાસ યુએન દ્વારા કરવામાં આવશે.
ત્યારે વાત કરીએ તો ૨૯૮ સીટોમાંથી ૨૮૭ સીટ ઉપર આવામી લીગના શેખ હસીનાએ જીત મેળવી હતી જે કયાંક ઐતિહાસિક માનવામાં આવે છે પરંતુ વિપક્ષીઓ દ્વારા ચૂંટણીનું જે પરિણામ આવ્યું હતું તેમાં નારાજગી વ્યકત કરી હતી અને ફરીથી ચૂંટણી યોજવાની માંગ પણ કરી હતી. જે અન્વયે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને આવામી લીગના સભ્યોએ વિપક્ષીઓ દ્વારા કરવામાં આવેલી માંગને નકારી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કોઈપણ જાતની ગેરરીતિ આચરવામાં આવી નથી.બાંગ્લાદેશના ચૂંટણી કમિશન દ્વારા જણાવતા કહેવામાં આવ્યું આવામી લીગના શેખ હસીનાને ૨,૨૯,૫૩૯ મતો મળ્યા છે જે ખૂબજ ઐતિહાસિક ગણવામાં આવી રહ્યાં છે પરંતુ વિરોધીઓની માંગને ધ્યાને લઈ યુનાઈટેડ નેશન દ્વારા તાત્કાલીક ધોરણે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ માટે તપાસ કરવામાં આવશે અને ખરા અર્થમાં હકીકત શું છે તે શોધવામાં આવશે. જેમાં હ્યુમન રાઈટ કમિશન પણ મહત્વનો ભાગ ભજવશે. આ તપાસમાં યુનાઈટેડ સ્ટેટ તથા યુરોપીયન યુનિયન સંયુકત રીતે ચૂંટણીના દિવસે થયેલી હિંસા અને જે અસમાનતા રહી હતી તે માટે તપાસ પણ હાથ ધરશે.
બાંગ્લાદેશમાં ચૂંટણી દરમિયાન રાજનૈતિક હિંસા ફાટી નીકળી હતી જેમાં ૧૭ લોકોના મોત નિપજયાની માહિતી મળી હતી. કહી શકાય કે આવામી લીગના વિજય બાદ વિપક્ષીઓએ વોટીંગમાં ગડબડ થઈ હોવાનું કહ્યું હતું અને ફરીથી ચૂંટણી યોજવાની માંગ પણ કરી હતી જેનું કારણ ચૂંટણીમાં મતદાન સમયે ઘણી ભુલો અને ગડબડ થઈ હોવાનું સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યાનુસાર આવામી લીગના નેતૃત્વમાં ૩૦૦ સીટોમાંથી ૨૬૬ સીટો પર જબરદસ્ત જીત હાંસલ કરી હતી જેમાં સહયોગી પાર્ટીઓએ ૨૧ સીટો પર પોતાનો કબજો મેળવ્યો હતો. આ સમય દરમિયાન વિપક્ષી ગઠબંધન એટલે કે નેશનલ યુનિટી ફ્રન્ટને માત્ર ૭ સીટો પર જ વિજય પ્રાપ્ત થયો હતો.
ત્યારે કયાંકને કયાંક વાત એમ પણ સામે આવી રહી છે કે શેખ હસીના કે જેઓ આવામી લીગના છે અને તેમના પિતા એટલે કે શેખ મુઝીબુર રહેમાન બાંગ્લાદેશના ખૂબજ લોકપ્રિય નેતા હતા તો શું તેમની લોકપ્રિયતા શેખ હસીનાને ફાયદો અપાવ્યો કે ખરા અર્થમાં ચૂંટણીમાં ગડબડનો માહોલ ઉદભવ્યો હતો ? તે તો તપાસ દરમિયાન જ ખબર પડશે.