શોપીંગ, ગેઇમ્સ, ટેટુ, ખાણીપીણી સહિત ૬૪ સ્ટોલ: ઇવનીંગ ઇવેન્ટમાં કરાઓકે મ્યુઝીકલ નાઇટ અને ડી.જે. ધમાલ: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ,
જૈન યુવા જુનીયર ગ્રુપ દ્વારા નાગર બોડીંગ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, ખાતે કાલથી બે દિવસીય વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ નું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. ફનફેરની સફળતા માટે અગ્રણીઓ ‘અબતક’ના આંગાણે પધાર્યા હતા.
આ વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ ગૃહ ઉઘોગ ની ચીજવસ્તુઓ તથા જૈન ફુડ સ્ટોલ, ટેટુ આર્ટીસ્ટ, નેઇલ પેઇન્ટ, આર્ટીસ્ટ, સ્ક્રેચ આર્ટીસ્ટ, રેડીમેઇડ, ડ્રેસ મટીરીયલ્સ, કોસ્મેટીકસ, બ્યુટી પાર્લર, બેકરી આઇટમ, જવેલરી આઇટમ, મહેંદી: અવનવી વેરાઇટી અને વિસ્વધ ગેઇમ્સ, હેન્ડ્રી ક્રાફટ, કિચનવેર સહીત કુલ ૬૪ જેટલા સ્ટોલ કરવામાં આવનાર છે. ઉપરાંત સ્વાદના શોખીનો માટે સ્વાદિષ્ટ અને શુઘ્ધ જૈન ખાણી પીણીના સ્વાદનો તડકો, પધારેલ આમંત્રીતો અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
બે દિવસ ચાલનાર આ વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ તા. પ જાન્યુઆરીના રોજ બપોરે ૪ કલાકે ના ડી.વી. મહેતા (એક્રોલોન્સ)ના હસ્તે ઉદધાટન કરવામાં આવશે. આ વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ નો સમય પ જાન્યુઆરી ના રોજ બપોરે ૫ થી રાત્રે ૧૦ અને ૬ જાન્યુઆરીને રવિવારના રોજ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધીનો રહેશે.
વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ ની મુલાકાત લેનાર દરેક વ્યકિતનાં એન્ટ્રી પાસને એક લકકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ને દિવસનાં મુલાકાતીઓના એન્ટ્રી પાસ વચ્ચે રવિવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે લકકી ડ્રોથી વિજેતા જાહેર કરવામાં આવશે. જેમાં રૂ ૨૫ હજાર જેટલી રકમના ટીવી,મોબાઇલ, જયુસર, વેકયુમ કલીનર, અને ડીનર સેટ જેવા ઇનામો રાખવામાં આવેલ છે. માટે દરેક મુલાકાતીઓથી ૫પખોઝતઋાની એન્ટ્રી ટીકીટ સાચવી રાખવી.
વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ ને સફળતા તરફ દોરી જવા મુખ્ય પાર્ટનર તરીકે આધુનિક સુવિધાઓથી સજજ એકોલોન્સ કલબ અને લકકી ડ્રોનાં મુખ્ય સહયોગી તરીકે પનાસ (યાજ્ઞીક રોડ) નો સુંદર સહયોગ સાંપડયો છે.
બે દિવસ ચાલનાર આ ફનફેરમાં મુલાકાતીઓના ગીત સંગીતની સુંદર સફળ કરાવવા શનિવારના રોજ ઇવનીંગ ઇવેન્ટમાં સીંગ એલોંગ ગ્રુપ દ્વારા કરાઓકે મ્યુઝીકલ નાઇટસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો રવિવારના રોજ ઇવનીંગ ઇવેન્ટમાં સુપ્રસિઘ્ધ ડી.જે. ધમાલનું આયોજન કરેલ છે. જેમાં આર.કે. આકાશ નવા જુના ગીતી ઉપમ ધૂમ મચાવશે. આ ઇવનીંગ ઇવેન્ટ દરરોજ રાત્રે ૮.૦૦ વાગ્યે યોજાશે.
વિન્ટર વુડઝ ફનફેર-૨૦૧૯ ને સફળતા તરફ દોરી જવા રૂષી વસા, આકાશ ભાલાણી, શ્રેણીક વોરા, ધવલ ગાંધી, રાજન બાટવીયા, રોનક દોશી, ગૌરવ વોરા, ભાવિક વોરા, વિમલ પારેખ, રૂષભ વોરા, કૃણાલ મહેતા, અંજલી દોશી, ફોરમ બદાણી, સરલ દોશી, ભાવિક મહેતા, દિપેશ ગાંધી, બ્રિજેશ દોશી, શિલ્પા વસા કાર્યરત બન્યા છેે.