મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર યાદીમાં જણાવે છે કે, રાજકોટને એઈમ્સ હોસ્પિટલ આપવા બદલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હૃદયપૂર્વક આભાર માનેલ હતો. રાજકોટ શહેરને એઈમ્સ આપવાનો નિર્ણય રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્ર તથા કચ્છવાસીઓને આશીર્વાદરૂપ પુરવાર થશે. રાજકોટમાં જામનગર રોડ ખાતે ૧૨૦ એકરમાં એઈમ્સનું નિર્માણ થશે. આધુનિક સારવાર, સુવિધા સંપન્ન થશે.
એઈમ્સ આવવાી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને એઈમ્સનો ખુબ જ મોટો લાભ મળશે. આ ઉપરાંત મેડીકલ કોલેજોની સીટો વધશે અને તબીબી ક્ષેત્રે જુદા જુદા સંશોધનો શે. અગાઉ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાનો નિર્ણય કરી અને તેનું ખાતમુહુર્ત પણ કરાયું છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ આવવાી ભારતના નકશામાં રાજકોટ શહેરનું એક આગવી ઓળખ શે. શહેર તથા સૌરાષ્ટ્ર કચ્છના નગરજનો વતી ફરીને આભારની લાગણી વ્યક્ત કરી છે