ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીહયા બ્રહ્મ સમાજ રાજકોટ ઉપક્રમે નસ્ત્રઆર.એમ.સી.પંડિત દિન દયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલથથ (પેડક રોડ) ખાતે સરસ્વતી સન્માન સમારોહ, જ્ઞાતિ સ્નેહ મિલન, સમગ્ર જ્ઞાતિ સમૂહ ભોજન અને સાધારણસભા ચતુર્થ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ ભવ્યતા રીતે સંપન્ન થયું હતું.
ચિભડીયા બ્રહ્મ સમાજ જ્ઞાતિના ઈતિહાસમાં સર્વપ્રથમ ખૂબજ મોટા પાયે હેમુગઢવી હોલ ખાતે વર્ષ-૨૦૧૫માં આર.એમ.સી. આનંદનગર કોમ્યુનિટી હોલ ખાતે વર્ષ-૨૦૧૮માં આર.એમ.સી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે સર્વ જ્ઞાતિજનોના ઉત્સાહભેર વાતાવરણ સાથે ઉપરોકત ચતુર્થ કાર્યક્રમ યોજાયો હતો.
જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુરસ્કારરૂપે શિલ્ડ, પ્રમાણપત્ર, વિદ્યાર્થી ઉપયોગી કિટ, બાન લેબ્સ કિટ જ્ઞાતિ મોભીના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ ચતુર્થ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનંતભાઈ ભટ્ટ તેમજ ઉદ્ઘાટક તરીકે સમસ્ત ચિભડીયા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ, બ્રહ્મ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા સાથે સાથે સન્માન સમારોહના અતિથિ વિશેષઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો હતો.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ ચતુર્થ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન રાજકોટ શહેર ચિભડીયા બ્રહ્મ સમાજના મહામંત્રી હરેશભાઈ ઠાકરે કર્યું હતું.
મુખ્યત્વે વર્ષે ૨૦૧૮ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સારા માર્કસથી પાસ થયા હોય રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થયા હોય તેને તેમજ અન્ય જ્ઞાતિ પરિવારના ભુલકાંઓને શિલ્ડ, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. જેનું સમગ્ર સંચાલન ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજા, રાજકોટના મહામંત્રી હરેશભાઈ ઠાકર, જુલીબેન ભટ્ટ, અવંતિકાબેન દવેએ કર્યું હતું.
સરસ્વતી સન્માન સમારોહમાં અતિથિ વિશેષઓ જયંતભાઈ ઠાકર (પૂર્વ પ્રમુખ-ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ-રાજકોટ), રમણીકભાઈ રાવલ (નિવૃત મેલેરીયા ઈન્સ.), હરેશભાઈ જોષી (નિવૃત સર્કલ ઈન્સ.) વગેરે હાજર રહી શિલ્ડ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.