સુપેડી, નાનીવાવડી, ખાખીજાળીયા, કોલકીના ૧૭ કિ.મી.ના રોડ ૪ કરોડને ૭૦ લાખના ખર્ચે ડામર બનશે
ઉપલેટા-ધોરાજીના લડાયક ધારાસભ્ય લલીતભાઈ વસોયાને તાલુકામાં આગેવાનોએ રોડ રસ્તા માટે રજૂઆત કરતા ધારાસભ્ય લલીત વસોયાએ સરકારમાં રોડ રસ્તા માટે ધારદાર રજૂઆત કરતા રોડ રસ્તા અને પૂલ માટે રૂપીયા દશ કરોડ મંજૂર કરાવ્યા છે.
ધારાસભ્ય લલીતભાઈ વસોયા પાસે પાનેલીના જતિનભાઈ ભાલોડીયા, સુપેડીના અતુલભાઈ ખાખીજારીયા માટે લાખાભાઈ ડાંગર સહિતના આગેવાનોએ સુપેડી નાની વાવડી ખાખીજાળીયા અને કોલકી સુધીનો ૧૭ કિ.મી.નાં રોડ સાવ ખાડા ખબડા વારો હોય આમાટે યોગ્ય કરવા રજૂઆત કરેલ તેમજ પાનેલી અને વાલાસણ વચ્ચેનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં હોય તેની ઉપર પેવર રોડ કરવા પાનેલીના જતીન ભાલોડીયા, મનુભાઈ ભાલોડીયાએ રજૂઆત કરેલ ગ્રામ્ય પ્રવાસ દરમિયાન વિવિધ ગામોનાં પ્રશ્નો સાંભળી ગાંધીનગર જે તે વિભાગના મંત્રીઓને રૂબરૂ મળી રોડ રસ્તા પ્રશ્ને યોગ્ય કરવા માંગણી કરેલ ધારાસભ્ય લલીત વસોયાની સરકારમાં રજૂઆતના પગલે બે દિવસ પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાનેલીથી વાલરાણાનો ત્રણ કિલોમટરના રોડ ઉપર પેવર બનાવવા માટે ૮૨ લાખ જયારે સુપેડી નાનીવાડી ખાખીજારીયા થી કોલકી સુધીનો ૧૭ કિમીના રોડ માટે ૪ કરોડને ૭૦ લાખ રૂપીયા જયારે ધોરાજી ઉપલેટાને જોડતો ભોળાતા પાટીયા પાસે આવેલ ભાદર નદીનાં પુલ વાહન ચાલકો માટે જોખમી સાબીત થઈ ચૂકયો હોયઆ રોડ ઉપર દરરોજ ૫૨ ગામહાનાં વાહનો તેમજ ખેડુતોને ભાદર નદી વિસ્તારનાં કાંઠાના ખેતરો માટે અતિ ઉપયોગી હોય આ ભાદર નદી ઉપર નવો પૂલ બનાવવા માટેપાચં કરોડ રૂપીયા માર્ગ અને મકાન વિભાગ પાસે મંજૂર કરાવી તેનું કામ પણ તાત્કાલીક ધોરણે ચાલુ કરવાનો આદેશ પણ ધારાભ્ય લલીત વસોયાએ કરાવતા ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતા માટે રોડ રસ્તા પુલ માટે ૧૦ કરોડ રૂપીયા જેવી રકમ મંજૂર કરાવતા ગ્રામ્ય વિસ્તારમાં આનંદની લાગણી ઉઠવા પામી છે.