ડીગ્રી વગર લોકોને દવા આપીને આરોગ્ય સાથે કરાતા ચેડા: દર્દીઓનું સ્વાસ્થ્ય રામ ભરોસે
ધ્રાગધ્રા શહેરમા છેલ્લા કેટલાક સમયથી તબીબો પર ગ્રહણ ચાલી રહ્યુ છે જોકે તબીબો પોતાના ખાનગી હોસ્પીટલોમા દદીઁઓ પર અવનવા પ્રયોગો જ કરી રહ્યા છે તેવામા ધ્રાગધ્રા પંથકમા વારંવાર અનેક તબીબોની બેદરકારી સામે આવતા અંદાજે શહેરની આવી ત્રણેક ખાનગી હોસ્પીટલો બેદરકારીની માઝા મુકી યેન-કેન પ્રકારે ચચાઁમા રહી હતી જેમા પ્રથમ ડો.પ્રજ્ઞેશ ખેડાવાલાની બેદરકારી ભર્યા કામથી તો સૌકોઇ વાકેફ છે જ બાદમા હંમેશા ચચાઁમા રહેતા ઇશ્કીમીજાજ ધરાવતા અને લોકોની “જીંદગી” સાથે હંમેશા ચેડા કરતા હેમાંગ દોશી દ્વારા પણ પરપ્રાંતિય મહિલાને ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવતા મહિલાને મોતના મોઢામા ઘકેલી હતી. ત્યારે ધ્રાગધ્રા પંથકમા આવા અનેક તબીબોનો રાફડો ફાટ્યો છે જેમા પંથકના દરેક ગામોમા મુન્નાભાઇ ખ.ઇ.ઇ.જ જેવા અનેક તબીબો સામાન્ય ગ્રેજ્યુએસન અથવા પોસ્ટ ગ્રેજ્યુએસન કરી ગામડાઓમા ક્લિનીક ખોલીને બેસી ગયા છે જ્યારે આ ડમી ડોક્ટરોને ત્યા અશિક્ષીત અને મજુર વગઁના લોકો બિમારીની દવા લેવામાટે આવે છે ત્યારે તબીબો દ્વારા તમામ દદીઁઓને માત્રના આધાર પર દવાઓના ડોઝ આપી દેવાય છે જેથી અનેક લોકોને આ દવાઓના લીધે અન્ય બીમારી નોતરાય છે અથવા તો દવાઓના સાઇડઇફેક્ટથી લોકો પિડાર છે ખરેખર આ બાબત ખુબજ ગંભીર કહી શકાય અને તમામ ડમીતબીબોની વિગત જીલ્લા આરોગ્યને પણ છે છતા પણ ક્યારેય સરપ્રાઇઝ ચેકીંગ કરી આવા તબીબોને ઝડપી પાડવામા આવતા નથી જેશા લીધે લોકોની સ્વાસ્થ્ય રામ ભરોશે છે તેમ કહેવામા જરાય ખોટુ નથી.