ભારતના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાના બોલરોને ઝુડયાં: ચેતેશ્વર બાદ પંતે પણ સદી ફટકારી
ઓસ્ટ્રેલીયામાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ચોથી ટેસ્ટ સીરીઝનો આજે શુક્રવારે બીજો દિવસ છે. ભારતના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાના બોલરોને બીજા દિવસે પણ ઝુડી નાખયા હતા. સીડનીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ શરૂઆતથી જ ટેસ્ટ મેચ પડતી મુકી દીધી હોય તેવું લાગી રહ્યું છે. મેચના બે દિવસ દરમિયાન ઓસ્ટ્રેલીયાના બોલરોને ભારતના બેટ્સમેનોએ ઝુડી નાખ્યા છે. ક્રિકેટની રમત પર શાસન કરતી ઓસ્ટ્રેલીયાની ટીમ અંતિમ ટેસ્ટમાં કલબ કક્ષાની ક્રિકેટ રમતું હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ દિવસથી જ ઓસ્ટ્રેલીયાના બોલરોએ મેચ બચાવવા માટે નેગેટીવ બોલીંગ કરી રહ્યાં છે. ભારત ડ્રાઈવીંગ સીટ ઉપર છે ત્યારે આજે બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલીયાની હાલત કફોડી જોવા મળી રહી છે.
સીડની ટેસ્ટમાં ભારતના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પોતાની બેવડી સદીમાં ૭ રનથી ચૂકી ગયો હતો. ચેતેશ્વર પૂજારા ૧૯૩ રન બનાવી આઉટ થયો હતો. નાથન લાયનની બોલને સીધી જ રમી અને લાયને પોતાના ફોલો થ્રુમાં પકડી લીધી હતી. પુજારાએ ડેશમન્ડ હાયન્સના ૧૯૮૮-૮૯માં બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો છે. બીજી તરફ રિષભ પંત પણ ચેતેશ્વર પૂજારા બાદ સદી ફટકારી છે. રમતના બીજા દિવસે ચેતેશ્વર પૂજારા અને પંત શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા અને પૂજારા અને પંતે ઓસ્ટ્રેલીયાના બોલરોને હાવી થવાની તક આપી ન હતી. બીજી તરફ વિહારીએ પુજારાનો સાથ આપતા પાંચમી વિકેટ માટે સતકીય ભાગીદારી નોંધાવી છે. આજે પહેલા સેશનમાં ૨૭ ઓવરની રમત થઈ હતી. જેમાં પંત અને પુજારાએ ૯૦ બોલમાં ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા સીડની ટેસ્ટમાં રમત પૂરી થવા સુધીમાં ૪ વિકેટ પડી હતી અને ૩૦૩ રન બનાવ્યા હતા. જેમાં મયંક અગ્રવાલ ૭૭, લોકેશ રાહુલ ૯, ચેતેશ્વર પૂજારા ૧૯૩, વિરાટ કોહલી ૨૩, અંજીકય રહાણે ૧૮, હનુમાન વિહારી ૪૨ અને હાલ ક્રિજ પર રમી રહેલા રિષભ પંત ૧૧૬ રન અને રવિન્દ્ર જાડેજા ૪૦ રને રમતને આગળ ધપાવી રહ્યાં છે. ઓસ્ટ્રેલીયાની વાત કરીએ તો મિચેલ્સ સ્ટ્રાકે એક વિકેટ, હેઝલવુડે ૨ વિકેટ અને ઓસ્ટ્રેલીયાની સ્પીનર લાયને ૩ વિકેટ ઝડપી છે. ભારતની સ્થિતિ અંતિમ ટેસ્ટમાં ખુબજ મજબૂત જોવા મળી છે. ભારત આ ટેસ્ટ જીતે તો ૩-૧થી શ્રેણી જીતી લેશે. હાલ ૧૫૪ ઓવરના અંતે ૬ વિકેટના નુકશાને ભારતનો સ્કોર ૫૩૬ રન પર છે. ટી સેશન બાદ બીજા દિવસની અંતિમ એક કલાકમાં ભારત દાવ ડીકલેર કરીને ઓસ્ટેલીયાને બેટીંગ આપે તેવી શકયતા છે.